RBI POLICY EFFECT: ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂપિયો ડોલર સામે મજબૂત
અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજના દરો જાળવી રાખવાના સમાચારોએ કરન્સી માર્કેટને આશ્ચર્યચકિત કર્યા હતા. પરિણામે રૂપિયાના ફોરવર્ડ પ્રિમિયમ ઘટ્યા હતા. રૂપિયો પણ ડોલર સામે 15 પૈસાથી વધુ ગગડી 82ના લેવલ ક્રોસ કરી ગયો હતો.
સવારે 11:25 વાગ્યા સુધીમાં રૂપિયો 0.04% વધીને 81.97 પ્રતિ યુએસ ડોલર પર ટ્રેડ થયો હતો, જે RBIના નિર્ણયની જાહેરાત પછી તરત જ 82.0525 સુધી ઘટ્યો હતો. USD/INR 1-વર્ષનું વાર્ષિક ફોરવર્ડ પ્રીમિયમ ઘટીને 2.49% થઈ ગયું, જે પોલિસી નિર્ણય પહેલા 2.60% હતું. માર્ચ ફોરવર્ડ પ્રીમિયમ 2.01 રૂપિયાથી ઘટીને 1.930 રૂપિયા થયું છે.
Rupeeની વોલેટિલિટી મેનેજ કરવા આરબીઆઈએ NDF એક્સેસનું વિસ્તરણ કરવા મંજૂરી આપી
ભારતીય રિઝર્વ બેન્કે IFSC બેન્કિંગ એકમો ધરાવતી બેન્કોને ઓનશોર માર્કેટમાં રેસિડન્ટ યુઝર્સને નોન-ડિલિવરેબલ ફોરેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ ઓફર કરવા મંજૂરી આપતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જાહેર ક્ષેત્રની બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ભારતીય રૂપિયાના મૂલ્યમાં સુધારો થશે. તેમજ ઓફશોર વોલ્યૂમ વધશે. અને રહેવાસીઓને હેજ કરવાની વધુ સારી તક મળશે. એનડીએફ અને ઓનશોર માર્કેટ વચ્ચે ઓછી આર્બિટ્રેજ થશે, જે રૂપિયાના સંચાલનમાં મદદ કરશે. વધતી જતી અસ્થિરતાના સમયમાં, USD/INR NDF દરો ઓનશોર રેટ કરતા વધારે હોય છે, જે આર્બિટ્રેજની તકો તરફ દોરી જાય છે અને ઓફશોર વોલેટિલિટીમાં વધારો કરે છે.
ઑક્ટોબર 2022માં જ્યારે રૂપિયો રેકોર્ડ તળિયે ગગડ્યો હતો, ત્યારે NDF પર USD/INR 3-મહિનાનો દર ઓનશોર કરતાં લગભગ 40 પૈસા વધારે હતો. આનાથી ઓનશોર ડોલરની માંગમાં વધારો થતાં રૂપિયા પર દબાણ વધ્યુ હતું. આ પગલાં અંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ભારતના ફોરેક્સ માર્કેટને વધુ ઘેરા બનાવશે અને રહેવાસીઓની હેજિંગ જરૂરિયાતોને પહોંચી વળવામાં ઉન્નત સુગમતા પ્રદાન કરશે.