અમદાવાદઃ ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને જંત્રીમાં બમણો વધારો ઝીંકીને પડ્યા ઉપર પાટું માર્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ (bps)નો વધારો કરી ઘરના ઘરનું સપનું જોનારા સામાન્ય મધ્યમ વર્ગને દાઝ્યા ઉપર ડામ દીધાની લાગણી પ્રવર્તી રહી છે. રેપોરેટમાં વધારો થવાના કારણે તમામ પ્રકારની લોન્સ ઉપરના EMIમાં પણ વધારો થવાની દહેશત સેવાઇ રહી છે. ખાસ કરીને હોમલોન કે જે અત્યારસુધી 7.90 ટકા આસપાસના દરે મળતી હતી. તેની ઉપરનો રેટ વધી 8.15 ટકા થશે તેના કારણે રૂ. 20 લાખની લોન ઉપરના EMIમાં મન્થલી રૂ. 301નો વધારો થવાની દહેશત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

લોનની રકમવ્યાજનો દરલોનની મુદતEMI (Rs.)
20 લાખ7.90%20 વર્ષ16605
20 લાખ8.15%20 વર્ષ16906
EMIમાં મન્થલી વૃદ્ધિ  301

(નોંધઃ સામાન્ય રીતે લોન લેનારની EMI લોનની રકમ, વ્યાજ દર અને કાર્યકાળ તેમજ CIBIL સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ સ્થિતિમાં EMIમાં કેટલાક અલગ-અલગ ફેરફારો થઈ શકે છે.)

RBI Repo Rateમાં કરાયો 25 બેઝિસ પોઇન્ટનો વધારો

Repo Rate6.25%
Bank Rate6.50%
Reverse Repo Rate3.35%
Marginal Standing Facility Rate6.50%

નોંધઃ સામાન્ય રીતે લોન લેનારની EMI લોનની રકમ, વ્યાજ દર અને કાર્યકાળ તેમજ CIBIL સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ સ્થિતિમાં EMIમાં કેટલાક અલગ-અલગ ફેરફારો થઈ શકે છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં 8 ફેબ્રુઆરી 2023ના રોજ મળેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. RBIએ મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં એકંદરે 2.5 ટકાનો વધારો કર્યો છે. મે 2022માં રેપો રેટ 4 ટકા હતો, જે હવે 10 મહિના પછી ફેબ્રુઆરી 2023માં વધીને 6.5 ટકા થઈ ગયો છે. RBI રેપો રેટમાં વધારો કરવાથી બેન્કો પર તમામ પ્રકારની લોન પર વ્યાજ દર વધારવાનું દબાણ આવશે. લગભગ તમામ બેન્કો લોનના વ્યાજ દરમાં પણ વધારો કરશે (Home Loan Rate Hike).આવી સ્થિતિમાં, જે બેન્ક 7.90 ટકાના વ્યાજ દર સાથે હોમ લોન આપતી હતી તે હવે 8.15 ટકાના વ્યાજ દર સાથે લોન આપશે.

રૂ. 10 લાખની કાર લોનનો EMI રૂ. 126 વધી જશેનોંધ

સામાન્ય રીતે લોન લેનારની EMI લોનની રકમ, વ્યાજ દર અને કાર્યકાળ તેમજ CIBIL સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ સ્થિતિમાં EMIમાં કેટલાક અલગ-અલગ ફેરફારો થઈ શકે છે.

લોનની રકમવ્યાજનો દરલોનની મુદતEMI (Rs.)
10 લાખ8.5%7 વર્ષ15836
10 લાખ8.75%7 વર્ષ15962
EMIમાં મન્થલી વૃદ્ધિ  126

(નોંધઃ સામાન્ય રીતે લોન લેનારની EMI લોનની રકમ, વ્યાજ દર અને કાર્યકાળ તેમજ CIBIL સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ સ્થિતિમાં EMIમાં કેટલાક અલગ-અલગ ફેરફારો થઈ શકે છે.)

રૂ. 10 લાખની પર્સનલ લોન ઉપર મન્થલી રૂ. 124નો ઈએમઆઇ વધી જશે

લોનની રકમવ્યાજનો દરલોનની મુદતEMI (Rs.)
10 લાખ10.5%5 વર્ષ21494
10 લાખ10.75%5 વર્ષ21618
EMIમાં મન્થલી વૃદ્ધિ  124

(નોંધઃ સામાન્ય રીતે લોન લેનારની EMI લોનની રકમ, વ્યાજ દર અને કાર્યકાળ તેમજ CIBIL સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે, આ સ્થિતિમાં EMIમાં કેટલાક અલગ-અલગ ફેરફારો થઈ શકે છે.)