ચેન્નાઈ, 17 ફેબ્રુઆરી: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) નવીન સેશે પેકેજિંગ સાથે પર્સનલ કેરના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતી આઇકોનિક એફએમસીજી બ્રાન્ડ વેલ્વેટના હસ્તાંતરણની જાહેરાત કરી છે. વેલ્વેટનું કાયમી લાયસન્સ પ્રાપ્ત કરવા સાથેનું આ વ્યૂહાત્મક હસ્તાંતરણ નક્કર પાયા સાથે ભવિષ્યનો બિઝનેસ તૈયાર કરવા માટેની રિલાયન્સની નિરંતર જારી પ્રતિબદ્ધતા સાથે એકદમ સુસંગત છે અને આધુનિક ગ્રાહકો માટે ભારતની પ્રિય હેરિટેજ બ્રાન્ડ્સને નવપલ્લવિત કરી તેને પુનઃ રજૂ કરવામાં આવી રહી છે.

વેલ્વેટના ઉત્પાદનોનો સમાવેશ આરસીપીએલના હાલના પોર્ટફોલિયોનો પૂરક બની રહેશે, આ પોર્ટફોલિયો પોસાય તેવા ભાવે ભારત દ્વારા પ્રેરિત વૈશ્વિક-ગુણવત્તાના ઉત્પાદનો ઓફર કરવા સાથે રોજિંદા જીવનને સશક્ત બનાવવાના વિઝન પર તૈયાર કરવામાં આવે છે.

“અમે રિલાયન્સ પરિવારમાં વેલ્વેટનું સ્વાગત કરવા માટે રોમાંચિત છીએ,” તેમ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું હતું. “વેલ્વેટની નવીનતાનો અદ્દભૂત વારસો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સને લાખો લોકો માટે સુલભ બનાવવામાં તેની મુખ્ય ભૂમિકા ખરેખર નોંધપાત્ર છે. અમે આ વારસાને આગળ વધારવા, તેની તકોમાં વધારો કરવા અને વેલ્વેટને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સાહિત છીએ, જે તેને ગ્રાહકોના જીવનનું વધુ અભિન્ન અંગ બનાવશે.”

ડો. સી. કે. રાજકુમારે 1980માં બિઝનેસનું સુકાન સંભાળ્યું હતું, તેમણે એક ક્રાંતિકારી વિચારને અમલી બનાવ્યો હતો જેણે પર્સનલ કેર પ્રોડક્ટ્સને ભારતીય ઘરો સુધી પહોંચાડવાની પદ્ધતિને બદલી નાખી હતી. વેલવેટનું અભૂતપૂર્વ સંશોધન વર્ષ 1980માં શેમ્પૂ માટે પીવીસી પિલો પાઉચ તરીકે સામે આવ્યું હતું, તેના ફ્લેગશિપ શેમ્પૂથી શરૂ કરીને પર્સનલ કેર અને ઘરગથ્થુ જરૂરિયાતની વસ્તુઓની વિશાળ વિવિધતાનો સમાવેશ કરીને વેલવેટે વર્ષો સુધી તેની પ્રોડક્ટ રેન્જને વિસ્તારી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)