રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લોટસ ચોકલેટમાં 51% હિસ્સો મેળવશે

મુંબઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની એફએમસીજી શાખા અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) અને પ્રકાશ પી પાઈ, અનંત પી. પાઇ તથા લોટસના વર્તમાન પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપની સંપૂર્ણ માલિકીની કંપની લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (LOTUS) વચ્ચે હસ્તાંતરણના કરાર કરવામાં આવ્યા હતા, જેની શરતો આ મુજબ રહેશે:
RCPL લોટસના વર્તમાન પ્રમોટર અને પ્રમોટરના જૂથ પાસેથી 65,48,935 ઇક્વિટી શેર્સ પ્રતિ શેર રૂ.113.00ની એકંદર કિંમતે કુલ રૂ. 74 કરોડમાં હસ્તગત કરશે, જે લોટસની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 51% થાય છે.
RCPL અને લોટસની અમુક પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝ રૂ.10ની ફેસવેલ્યૂના 5,07,93,200 નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર તે જ કિંમતે સબ્સ્ક્રાઇબ કરશે.
RCPL લોટસના પબ્લિક શેરહોલ્ડર્સને લોટસની ઇક્વિટી શેર મૂડીના 26.00% જેટલા 33,38,673 ઇક્વિટી શેરો હસ્તગત કરવા માટે પબ્લિક અનાઉન્સમેન્ટ કરશે.

આ વ્યવહાર અંગે બોલતાં રિલાન્યસ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ લોટસ સાથે સહભાગિતા કરવા માટે ઉત્સાહિત છે જેમણે કુશળ વ્યવસાયી સૂઝબૂઝ અને દૃઢતા થકી મજબૂત કોકો અને ચોકલેટ ડેરિવેટિવ્ઝ બિઝનેસ બનાવ્યો છે. અમે લોટસની અત્યંત અનુભવી મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ કારણ કે અમે બિઝનેસને વધુ વિસ્તારીશું અને તેના વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવીશું.