RELIANCE MAY CROSS IT’S PREVIOUS ALL TIME HIGH OF 2856
રિલાયન્સ માટે 2700- 2856 મહત્વની રેઝિસ્ટન્સ, નવી ટોચ માટે સજ્જ
ભારતીય શેરબજારોમાં તેજીની બોલબાલા અને મંદીકા મૂંહ કાલાનો શો ચાલી રહ્યો છે. બેન્ક નિફટી તેજીની બઘડાટી બોલાવી રહ્યો છે. તેના સપોર્ટમાં હવે જો રિલાયન્સ ભળશે તો માર્કેટમાં તેજી- તેજી અને તેજી જ હોવાનો આશાવાદ જોવા મળી રહ્યો છે. ટેકનિકલી રિલાયન્સ માટે એવું કહી શકાય કે, શુક્રવારે 2624.90 સુધી ગયા પછી 2617.60 બંધ આવ્યો છે. રૂ. 2560નો મજબૂત સપોર્ટ જળવાઇ રહે તો રિલાયન્સ તા. એપ્રિલ- જૂન-2022નું રૂ. 2856નું સર્વોચ્ચ શિખર ફરી એકવાર સર કરી નવી ઊંચાઇએ આંબે તેવી શક્યતા હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. ઇન્ડેક્સ મેનેજમેન્ટ મેજર ચાલ ચાલી રહેલો રિલાયન્સ એક રૂપિયો સુધરે તો નિફ્ટી 0.75 પોઇન્ટ સુધરે તેથી જો રિલાયન્સ રૂ. 100- 150 સુધી સુધરે તો નિફ્ટી ઐતિહાસિક સપાટીઓ સર કરવા સજ્જ બની શકે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)