ફરિદાબાદ, 22 નવેમ્બર: કન્ઝ્યુમર રિટેઇલ ક્ષેત્રે અનબોક્સ્ડ, સર્ટિફાઇડ રિફર્બિશ્ડ અને વધારાની ઇન્વેન્ટરી પ્રોડક્ટ્સ માટે ભારતના સમર્પિત બી2બી સોર્સિંગ પ્લેટફોર્મ રોકિંગડીલ્સ સર્ક્યુલર ઇકોનોમી લિમિટેડ (આરડીસીઇએલ)એ તેનું એન્કર બુક સબસ્ક્રિપ્શનને સફળતાપૂર્વક પૂર્ણ કરતાં પ્રતિ શેર રૂ. 140ની કિંમતે 4.2 લાખ ઇક્વિટી શેર્સના વેચાણમાંથી રૂ. 5.88 કરોડ ઊભાં કર્યાં છે. વર્સુ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સ્કીમ 1 (પર્સિસ્ટન્ટ ગ્રોથ ફંડ), એસ્ટોર્ન કેપિટલ વીસીસી અર્વેન, નોવા ગ્લોબલ અપોર્ચ્યુનિટિઝ ફંડ પીસીસી-ટચસ્ટોન અને નેક્સ્ડ ઓર્બિટ વેન્ચર્સ ફંડ સહિતના રોકાણકારોએ એન્કર બુક સબસ્ક્રાઇબ કરી છે. એક્સમલ્ટીપ્લાઇડ કેપિટલ એડવાઇઝર્સે પણ એન્કર બુક સબસ્ક્રિપ્શનમાં ભાગ લીધો હતો.

વર્સુ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સ્કીમ 1 (પર્સિસ્ટન્ટ ગ્રોથ ફંડ) અને એસ્ટોર્ન કેપિટલ વીસીસી અર્વેન બંન્નેએ કુલ એન્કર બુક સબસ્ક્રિપ્શનમાં પ્રત્યેક 32.86 ટકા યોગદાન આપ્યું હતું, જ્યારે કે બાકીનો 34.28 ટકા હિસ્સો સમાનપણે નોવા ગ્લોબલ અપોર્ચ્યુનિટિઝ ફંડ પીસીસી-ટચસ્ટોન અને નેક્સ્ટ ઓર્બિટ વેન્ચર્સ ફંડ દ્વારા સબસ્ક્રાઇબ કરાયો હતો.

ફરિદાબાદ સ્થિત કંપનીનો આઇપીઓ 22 નવેમ્બરના રોજ ખૂલ્યો છે અને શુક્રવાર 24, નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. રોકિંગડીલ્સ ઓફરિંગમાંથી આશરે રૂ. 21 કરોડ એકત્ર કરવાની તથા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, બ્રાન્ડ પોઝિશનિંગ, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે. કંપની એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે.

ઇશ્યૂનો પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ રૂ. 136-140 છે, જેની મૂળ કિંમત રૂ. 10 છે. કંપનીના આઇપીઓમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 15 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને 7 લાખ તથા એચએનઆઇને 2.15 લાખ શેર્સ ફાળવ્યાં છે. તેણે રિટેઇલ રોકાણકારો માટે 5 લાખ શેર્સ અનામત રાખ્યાં છે. લોટ સાઇઝ 1,000 શેર્સનો છે. કંપનીએ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂંક કરી છે.

આરડીસીઇએલ ભારતમાં બી2બી સોર્સિંગ ક્ષેત્રે સૌથી મોટી સંગઠિત કંપની છે, જે અનબોક્સ્ડ, વધારાની ઇન્વેન્ટરી અને રફર્બિશ્ડ પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવે છે. કંપની તેના બી2બી ગ્રાહકોને 18થી વધુ શ્રેણીમાં સર્ટિફાઇડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, જેમાં રોકિંગડીલ્સની રિટેઇલ કંપની પણ સામેલ છે. કંપની ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, એમેઝોન, પુમા, હિન્દવેર, ગોદરેજ વગેરે જેવી સહયોગી બ્રાન્ડ્સની વધારાની ઇન્વેન્ટરી અને અનબોક્સ્ડ પ્રોડક્ટ્સની પ્રાપ્તિ કરે છે. આરડીસીઇએલએ તેના પ્રતિષ્ઠિત બી2બી ક્લાયન્ટ્સ દ્વારા 10 મિલિયનથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાં ગ્રૂપ કંપની રોકિંગડીલ્સ, જિન્દાલ મેગા માર્ટ, શોપક્લુઝ, બ્રાન્ડ વાલા, વીએલઇ બાઝાર, એચઆઇસી ઇન્ટરનેશનલ, પીએસયુએવીઆઇ, કેઆરએટી ઇન્ડિયા, ઝેઝ ટેક્નોલોજી વગેરે સામેલ છે. કંપની ફરિદાબાદમાં 30,000 ચોરસફૂટની વેરહાઉસિંગ સુવિધા ધરાવે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)