• ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ પાંખા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ
  • એપ્લિકેશન દીઠ રૂ. 400નો ફિક્સ ભાવ,પણ લેવાલી સાવ પાંખી

રૂચિ સોયાનો એફપીઓ બીજા દિવસના અંતે કુલ 0.37 ગણો ભરાયો હોવાનું બીએસઇના ડેટા જણાવે છે.

ગ્રે માર્કેટ પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ ગણ્યા ગાંઠ્યા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ ચાલી રહ્યું છે. એપ્લિકેશન દીઠ રૂ. 400 આસપાસનો ફિક્સ રેટ હોવાનું બજાર સૂત્રો જણાવે છે.

પોર્શન  ગણો ભરાયો

ક્યૂઆઇબી      0.41

એનઆઇઆઇ   0.26

રિટેઇલ 0.39

એમ્પ્લોઇ       3.68

કુલ      0.37

એફપીઓ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ ખુલશેઃ 24 માર્ચ

ઇશ્યૂ બંધ થશેઃ 29 માર્ચ

ઇશ્યૂ ટાઇપઃ બુક બિલ્ટ ઇશ્યૂ એફપીઓ

ફેસ વેલ્યૂઃ શેરદીઠ રૂ. 2

આઇપીઓ પ્રાઇસઃ રૂ. 615- 650

માર્કેટ લોટઃ 21 શેર્સ

મિનિમમ એપ્લિકેશનઃ 21 શેર્સ માટે

–    એફપીઓ ખુલી ચૂક્યો છે, પ્રાઈસબેન્ડ 615- 650

–    શેરનો ભાવ રૂ. 913 આસપાસ ચાલી રહ્યો છે

–    બાબા રામદેવની રૂ. 4300 કરોડ એકત્ર કરવાની યોજના

પતંજલિની એફએમસીજી અને એફએમએચજી બ્રાન્ડ રૂચિ સોયાનો એફપીઓ શરૂ થયો છે. વર્તમાન બજાર ભાવ સામે કંપની એફપીઓમાં શેરદીઠ રૂ. 263 અર્થાત 28 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. બીએસઈ ખાતે રૂ. 913.10 પર ટ્રેડેડ છે. જ્યારે એફપીઓની પ્રાઈસ બેન્ડ 615-650 છે. શેર 24 એપ્રિલ, 2021એ 619ના વાર્ષિક તળિયેથી વધી 9 જૂન, 2021માં 1377ની વાર્ષિક ટોચે પહોંચ્યો બાદ છેલ્લા એક માસમાં 800-1000 આસપાસ ટ્રેડેડ છે. ઓલટાઈમ હાઈ 2020માં 1535 છે. પતંજલિ ગ્રુપ રૂચિ સોયાના એફપીઓ મારફત રૂ. 4300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જો એફપીઓ સફળ રહ્યો તો બાબા રામદેવ મફતના ભાવે કંપની હસ્તગત કરવામાં સફળ થશે. પ્રમોટર્સ આઈપીઓ હેઠળ 18 ટકા હિસ્સો વેચશે. હાલ 98.90 ટકા હિસ્સો ધરાવે છે. ડિવિડન્ડ પોલિસી: 1986માં લિસ્ટેડ કંપનીએ 2019માં બેન્કરપ્સી હેઠળ રિઝોલ્યુશન પ્રક્રિયા અગાઉ 2007થી 2015 સુધી શેરદીઠ કુલ રૂ. 5.36 ડિવિડન્ડ ચૂકવ્યુ હતું. ત્યારબાદથી કોઈ ડિવિડન્ડ જારી કર્યુ નથી.

ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ:
વિગત              સપ્ટે-21     માર્ચ-21     માર્ચ-20     માર્ચ-19
કુલ આવકો  11306.99   16382.97  13175.36   12829.25
ચોખ્ખો નફો 337.80     680.77     7714.61    34.13
ઈપીએસ     11.42 23.02       876.88      104.54

રૂચિ સોયા એફપીઓ: 4300 કરોડ

પ્રાઈસ બેન્ડ: 615-650

52 વીક હાઈ: 1377

52 વીક લો: 619

ઓલટાઈમ હાઈ: 1535

વર્તમાન ભાવ: 913

3200 કરોડના વધુ 3 આઈપીઓને મંજૂરી મળી

આઈપીઓ બજારમાં રોકાણકારોના ઉત્સાહને ધ્યાનમાં રાખતાં છેલ્લા બે વર્ષમાં 100થી વધુ કંપનીઓએ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરી ચૂકી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ વધુ 3 આઈપીઓને મંજૂરી આપી છે. શ્રેસ્ટા નેચરલ, મૈની પ્રિસિઝન, અને કેમ્પસ એક્ટિવવેરએ અંદાજિત રૂ. 3200 કરોડના આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યા હતાં. બીજી બાજુ મંજૂરી મેળવવા માટે હજી 42 કંપનીઓ વેઈટિંગ લિસ્ટિંગમાં છે. ઓર્ગેનિક ફૂડ કંપની શ્રેસ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સે 11 જાન્યુઆરીએ રૂ. 500 કરોડના આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. જેમાં ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 50 કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા 70.30 હજાર ઈક્વિટી શેર્સ વેચી ફંડ એકત્ર કરશે. પ્રિસિઝન ઈક્વિપમેન્ટ ઉત્પાદક મૈની પ્રિસિઝન પ્રોડક્ટ્સની ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 150 કરોડ જ્યારે 2.54 લાખ ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ અંતર્ગત વેચી રૂ. 900 કરોડ એકત્ર કરવાની યોજના છે. વધુમાં સ્પોર્ટ્સ શૂઝ બ્રાન્ડ કેમ્પસ એક્ટિવવેરના પણ રૂ. 1800 કરોડના આઈપીઓ માટે લીલી ઝંડી મળી છે. સેકેન્ડરી માર્કેટમાં પોઝિટીવ સેન્ટિમેન્ટ સાથે તેજીનું વલણ જોવા મળતાં આગામી મહિને 8થી 10 આઈપીઓ યોજાય તેવી વકી છે.

મા એક્સપોર્ટ્સ:

ઈશ્યૂ સાઈઝ 60 કરોડ

પ્રાઈસ બેન્ડ 65-68

માર્કેટ લોટ  220

તારીખ       28-30 માર્ચ લિસ્ટિંગ ડેટ 7 એપ્રિલ, 2022