AHMEDABAD, 21 NOVEMBER: મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 2 મૂળ કિંમત) ઇશ્યૂ કરીને રૂ. 11,500 મિલિયન (રૂ. 1150 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

આ ઓફરમાં રૂ. 8500 કરોડ (રૂ. 850 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) તથા રૂ. 3000 મિલિયન (રૂ. 300 કરોડ) સુધી સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા ઓફર ફોર સેલ (ઓફર ફોર સેલ) સામેલ છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટર દ્વારા ઓફર થનારા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ, એમ્બિટ પ્રાઇવેટ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)