SALE IN MAY…. સેન્સેક્સે મેના 6 સેશન્સમાં 2079 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો
751111ની ઓલટાઇમ હાઇથી 2707 પોઇન્ટ ગગડ્યો સેન્સેક્સ | ગુરુવારે નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 22000ની સપાટી તોડી 21932 થયો |
અમદાવાદ, 9 મેઃ
આજે સવારે પ્રિઓપનિંગ સેશનમાં જ માર્કેટ લેન્સ કોલમમાં લખ્યું હતું કે…..
MARKET LENS: સેલ ઇન મે એન્ડ ગો અવે….?? નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22319- 22399- 22469 પોઈન્ટ
તે અનુસાર ગુરુવારે સેન્સેક્સે 1062 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો છે. તો નિફ્ટીએ પણ 22000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ સપોર્ટ લેવલ તોડી નાંખી છે. ઉલ્લેખનીય છે કે, તા.1 મેના રોજ સેન્સેક્સે 75111 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. પરંતુ માર્કેટબ્રેડ્થ, માર્કેટ અંડરટોન અને ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું જ રહ્યુ હતું. તા. 30 એપ્રિલના બંધની સરખામણીએ મે માસના 6 સેશન્સમાં સેન્સેક્સે 2079 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો છે. તે જોતાં એવું કહી શકાય કે, મે માસમાં વેચવાલીનું સેલ (SALE IN MAY) લાગી ગયું હોય….
Date | Open | High | Low | Close |
30/4/24 | 74,800 | 75,111 | 74,346 | 74,483 |
2/5/24 | 74,391 | 74,812 | 74,360 | 74,611 |
3/5/24 | 75,017 | 75,095 | 73,468 | 73,878 |
6/5/24 | 74,196 | 74,359 | 73,786 | 73,895 |
7/5/24 | 73,973 | 74,026 | 73,259 | 73,512 |
8/5/24 | 73,225 | 73,684 | 73,074 | 73,466 |
9/5/24 | 73,499 | 73,499 | 72,334 | 72,404 |
ખેર ગુરુવારે NSE નિફ્ટી 50 22,000 ની નીચે ગબડીને, અને BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડતા બેન્ચમાર્ક સૂચકાંકો 9 મેના રોજ ઘટ્યા હતા. નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેએ દિવસની શરૂઆત નીચે તરફના માર્ગે કરી અને ઇન્ટ્રાડે 1 ટકાથી વધુ ઘટ્યા હતા. બંધ સમયે, સેન્સેક્સ 1,062 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 72,404 પર અને નિફ્ટી 50 335 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 21,967 પર હતો. લગભગ 865 શેર વધ્યા, 2,394 શેર ઘટ્યા અને 102 શેર યથાવત રહ્યા. વર્તમાન લોકસભાની ચૂંટણીઓ, 2024ની સિઝન માટે નબળા Q4 પરિણામો, ક્રૂડમાં વધારો જેવા પરિબળોનો સંગમ આ લાંબા સમય સુધી મંદી તરફ દોરી ગયો છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ દરેક પણ 2 ટકાથી વધુ તૂટ્યા છે.
શેરબજારમાં કડાકા માટેના મુખ્ય કારણો એક નજરે
ચૂંટણી પરીણામોની અનિશ્ચિતતા, 400+ કે 300+…? | Q4 FY24 પરીણામોમાં અંદાજો કરતાં વિસંગતતા |
યુએસ ફેડનું વ્યાજદર મુદ્દે નિરાશાજનક નિવેદન | ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટની વિકલી એક્સપાયરી |
સંસ્થાકિય સહિત તમામ વર્ગનું પ્રોફીટ બુકિંગનું વલણ | લાંબાગાળા રોકાણકારોનું પોર્ટફોલિયો રિસફલિંગ |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)