સેમસંગ ઈન્ડિયાએ સ્કિલિંગ પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની 2જી સીઝન રજૂ કર્યો
નવી દિલ્હી, 24 એપ્રિલઃ
સેમસંગ દ્વારા તેના નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ- સેમસંગ ઈનોવેશન કેમ્પસની બીજી સીઝન રજૂ કરવામાં આવી છે, જે એઆઈ, આઈઓટી, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ જેવા ફ્યુચર-ટેક ડોમેન્સમાં યુવાનોને કુશળ બનાવવા તૈયાર કરાયો છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસનું લક્ષ્ય ભાવિ ટેકનોલોજીઓમાં 18-35 વયવર્ષના યુવાનોને કુશળ બનાવવનું અને તેમની રોજગારક્ષમતા વધારવાનું છે.
ભારતમાં 3500થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે અગાઉ આ સપ્તાહમાં સમસંગ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) વચ્ચે સમજૂતી કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. દરેક ડોમેનના નેશનલ ટોપર્સને દિલ્હી- એનસીઆરમાં સેમસંગનાં એકમોની મુલાકાત લેવાની તક સાથે રૂ. 1 લાખનો રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થશે. આ એકમોની મુલાકાતથી વિદ્યાર્થીઓને સેમસંગ ખાતે લીડરશિપ ટીમ સાથે ઈન્ટરએક્ટ કરવા અને મેન્ટોરશિપ પ્રાપ્ત કરવાની તક આપશે. નેસનલ કોર્સના ટોપર્સને સેમસંગ ગેલેક્સી બડ્સ તતા સેમસંગ ગેલેક્સી સ્માર્ટવોચીસ જેવી આકર્ષક સેમસંગ પ્રોડક્ટો પણ મળશે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ થકી અમે કુશળતા આધારિત લર્નિંગનું મંચ નિર્માણ કરી રહ્યું છે, જે યુવાનોને ફ્યુચર-ટેક ડોમેન્સમાં કુશળ બનાવવા અને નોકરી નિર્માણ કરવામાં અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે મદદરૂપ થવા માગે છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જે બી પાર્કે જણાવ્યું હતું. પ્રોગ્રામમાં ચાર રાજ્યમાં આઠ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઉત્તરીય પ્રદેશમાં તાલીમ કેન્દ્રો દિલ્હી એનસીઆરમાં બે ઉપરાંત લખનૌ અને ગોરખપુરમાં સ્થાપવામાં આવશે. દક્ષિણીય પ્રદેશમાં તામિલનાડુ અને કર્ણાટકનાં રાજ્યોને આવરી લેતાં તાલીમ કેન્દ્રો બેન્ગલુરુમાં બે ઉપરાંત ચેન્નાઈ અને શ્રીપેરુંબુદ્દુરમાં સ્થિત રહેશે.
પ્રોગ્રામ એપ્રિલ 2024 દરમિયાન શરૂ થવાનું નિર્ધારિત છે અને ખાસ છ મહિનાનો તૈયાર કરાયેલો કોર્સ ઓક્ટોબર 2024માં સમાપ્ત થશે. કોર્સના ટોપર્સ નવેમ્બર 2024માં જાહેર કરાશે. 2023 દરમિયાન સેમસંગ ઈનોવેશન કેમ્પસ ફ્યુચર-ટેક કોર્સીસમાં 3000 વિદ્યાર્થીઓને સફળતાથી તાલીમ આપશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)