SBFC IPO રૂ. 57ની પ્રાઇસ સામે રૂ. 82ના મથાળે લિસ્ટેડ, ઉપરમાં રૂ. 94.70, રોકાણકારો હોલ્ડિંગના મૂડમાં
અમદાવાદ, 16 ઓગસ્ટઃ SBFC ફાઈનાન્સ લિ.ના IPOએ 44 ટકા પ્રિમિયમે 82ના સ્તરે લિસ્ટિંગ કરાવીને રોકાણકારોને ખુશ કર્યા છે. આ લખાય છે ત્યારે શેરનો ભાવ ઊપરમાં રૂ. 94.70ની ટોચે પહોંચી રૂ. 93 આસપાસ રમી રહ્યો છે. શેરમાં બુધવારની તેજીની સર્કીટ લિમિટ રૂ. 98.40ની છે. ગ્રે માર્કેટમાં SBFCના IPO શેર માટે 40 ટકા સુધી પ્રિમિયમ બોલાયા હતા. અને તેટલા જ સ્તરે આજે SBFCએ લિસ્ટિંગ કરાવ્યું છે. SBFCનો IPOમાં રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 203.61 ગણો ભરાયો હતો. એનઆઈઆઈ 51.82 ગણો અને રિટેલ પોર્શન 11.60 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 54-57 રૂપિયા હતી. અને માર્કેટ લોટ 260 શેર્સ હતા.
સંખ્યાબંધ બ્રોકરેજ હાઉસની હોલ્ડ કરવાની ભલામણ
કંપનીમાં વૃદ્ધિની તકો અને મજબૂત ફંડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને વેન્ચુરા સિક્યોરિટીઝે IPO પર સબસ્ક્રાઇબ રેટિંગની ભલામણ કરી હતી. અન્ચ ઘણા બ્રોકરેજ હાઉસે IPO ભરવા તેમજ લાગે તો હોલ્ડ ભલામણ કરી છે.