SBI જનરલ ઇન્શ્યોરન્સે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન મજબૂત કરવા અપસ્ટોક્સ સાથે ભાગીદારી કરી
અમદાવાદ,21 જુલાઈ: SBI જનરલ ઇન્શ્યોરન્સે જાણીતા ઓનલાઇન વેલ્થ પ્લેટફોર્મ અપસ્ટોક્સ સાથે વ્યૂહાત્મક કોર્પોરેટ એજન્સી ભાગીદારી કરી છે. આ સહયોગ એસબીઆઇ જનરલના ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિસ્તરણ અને ડિજિટલી-સેવી ગ્રાહકો માટે નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની પહોંચ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સ અપસ્ટોક્સના વિશાળ અને વિકસતા ગ્રાહક આધારને તેની મોટર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓફર કરશે. આ ઓફરિંગ્સનો ઉદ્દેશ્ય યુવા, નાણાકીય રીતે સમજદાર અને ડિજિટલી સક્રિય ગ્રાહકોને સેવા પ્રદાન કરવાનો છે કે જેઓ સુવિધાજનક, પારદર્શક અને પર્સનલાઇઝ્ડ સોલ્યુશન્સ ઇચ્છે છે. આ સહયોગ દ્વારા ગ્રાહકોને એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સના પ્લાનની સરળ એક્સેસનો લાભ મળશે.
આ ભાગીદારી એસબીઆઇ જનરલની ડિજિટલ ઉપસ્થિતિમાં વધારો કરવાની સાથે-સાથે વિશ્વસનીય ડિજિટલ ઇકોસિસ્ટમ દ્વારા સુવિધાજનક ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવા ઉપર તેના ધ્યાનને દર્શાવે છે. એસબીઆઇ જનરલના મોટર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સને અપસ્ટોક્સ પ્લેટફોર્મ ઉપર જોડતાં ગ્રાહકો હવે એકીકૃત નાણાકીય અનુભવ મળી રહેશે તેમજ તેમના રોકાણો મેનેજમેન્ટ અને તેમની એસેટને એક જ જગ્યાએ સુરક્ષિત કરવાનો લાભ મેળવી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
