મુંબઇ, 2 માર્ચઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રુપીમાં અંકિત NYMEX WTI ક્રૂડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (હેનરી હબ) ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ શરૂ કરવા સેબી પાસેથી મંજૂરી મળી છે. NSEએ સીએમઇ ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ સમજૂતી કરી છે, જે NSEને એના પ્લેટફોર્મ પર રુપીમાં અંકિત NYMEX WTI ક્રૂડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સના લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટની સુવિધા આપે છે. આ કોન્ટ્રાક્ટ્સનો ઉમેરો NSEની એનર્જી બાસ્કેટમાં અને તેના સંપૂર્ણ કોમોડિટી સેગમેન્ટમાં પ્રોડક્ટ ઓફરનો વધારો કરશે. NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્નને કહ્યું કેઃ “અમને બજારના સહભાગીઓને એ જાણકારી આપવાની ખુશી છે કે, NSEનો ઉદ્દેશ વિવિધ ગતિશીલ અને મજબૂત ફાઇનાન્શિયલ ઉત્પાદનો સાથે બજારના સહભાગીઓને પ્રદાન કરવાનો છે.