અમદાવાદ, 10 ઓક્ટોબરઃ આઈપીઓના ઘોડાપુરમાં વધુ બે આઈપીઓને સેબીએ મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સને અંદાજિત રૂ. 100 કરોડનો ફ્રેશ ઈશ્યૂ, જ્યારે ક્રેડો બ્રાન્ડ્સને ઓફર ફોર સેલ હેઠળ આઈપીઓ લાવવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી મળી છે.  

અમદાવાદ સ્થિત આરબીઝેડ જ્વેલર્સે જૂન 2023માં સેબી સમક્ષ જૂન, 2023માં IPO ડ્રાફ્ટ ફાઇલ કર્યો હતો. રૂ. 10ની કિંમતનો આ ઈશ્યુ 1 કરોડ ઈક્વિટી શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે.

DRHP મુજબ, ઇશ્યૂમાંથી એકત્રિત ફંડમાંથી રૂ. 80.75 કરોડ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને ધિરાણ આપવા માટે કરવામાં આવશે.

અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સ એ ભારતમાં સોનાના આભૂષણોના અગ્રણી સંગઠિત ઉત્પાદકોમાંનું એક છે, જે એન્ટિક ગોલ્ડ જ્વેલરીમાં વિશેષતા ધરાવે છે અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રવ્યાપી રિટેલર્સ અને ભારતમાં નોંધપાત્ર પ્રાદેશિક ખેલાડીઓને કેટરિંગ કરે છે.

ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ IPO: મેન્સ કેઝ્યુઅલ વેર બ્રાન્ડ મુફ્તીના માલિક ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિમિટેડે 19.63 મિલિયન શેરની ઓફર ફોર સેલ (OFS) છે જે સંપૂર્ણપણે પ્રમોટર્સ અને અન્ય વર્તમાન શેરધારકો દ્વારા છે. ડ્રાફ્ટ પેપર્સ અનુસાર, ક્રેડો બ્રાન્ડ્સને ઈશ્યુમાંથી કોઈ પણ રકમ પ્રાપ્ત થશે નહીં. ક્રેડો બ્રાન્ડ્સે જુલાઈમાં સેબીમાં ડ્રાફ્ટ આઈપીઓ દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને કીનોટ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઑફરના રજિસ્ટ્રાર છે.