વેચવાલીની આંધી: IT ઇન્ડેક્સ 1385 પોઇન્ટ તૂટી 30099
TANLAમાં 13 %નો જંગી ઊછાળો,INFOSYSમાં 8.18% ટકાનો કડાકો
Company | LTP | Change Val |
INFY | 1330.40 | -118.45 |
TCS | 3369.60 | -92.75 |
TECHM | 1194.35 | -26.60 |
HCLTECH | 1116.75 | -38.45 |
WIPRO | 404.55 | -12.80 |
PERSISTENT | 4760.05 | -282.70 |
KPITTECH | 1000.75 | -60.00 |
TATAELXSI | 7311.30 | -192.70 |
COFORGE | 4638.75 | -174.20 |
LTIM | 4922.75 | -56.75 |
OFSS | 3856.30 | -72.70 |
LTTS | 4043.10 | -42.30 |
BSOFT | 385.50 | -6.70 |
AFFLE | 1047.20 | -17.10 |
MASTEK | 2154.85 | -61.20 |
SONATSOFTW | 1044.45 | -6.70 |
LATENTVIEW | 381.05 | -6.90 |
HAPPSTMNDS | 936.50 | -5.35 |
SUBEX | 32.19 | -0.54 |
CIGNITI | 797.15 | -16.60 |
BBOX | 192.25 | -5.60 |
CRESSAN | 23.94 | -0.76 |
SASKEN | 973.20 | -27.25 |
INTELLECT | 633.50 | -2.15 |
QUICKHEAL | 152.30 | -14.45 |
AURIONPRO | 972.05 | -12.25 |
NELCO | 814.00 | -13.00 |
DATAMATICS | 557.00 | -8.65 |
NUCLEUS | 1100.25 | -16.50 |
MOSCHIP | 98.10 | -1.66 |
CONTROLPR | 642.70 | -15.00 |
3IINFOTECH | 34.17 | -0.59 |
EXPLEOSOL | 1592.70 | -22.25 |
FCSSOFT | 2.37 | -0.06 |
RAMCOSYS | 261.50 | -4.05 |
ONWARDTEC | 562.00 | -7.65 |
63MOONS | 253.25 | -1.60 |
CYBERTECH | 132.85 | -0.60 |
MAPMYINDIA | 1458.00 | -0.40 |
ASMTEC | 527.95 | +0.50 |
DIGISPICE | 20.59 | -0.01 |
RSYSTEMINT | 449.90 | +0.20 |
XCHANGING | 120.91 | +0.38 |
CEREBRAINT | 7.00 | +0.22 |
KELLTONTEC | 86.10 | +0.45 |
EMUDHRA | 483.75 | +4.00 |
HCL-INSYS | 16.29 | +0.56 |
DLINKINDIA | 320.00 | +5.35 |
ACCELYA | 1424.25 | +28.10 |
ADSL | 146.60 | +4.75 |
RATEGAIN | 438.00 | +8.25 |
CYIENT | 1477.00 | +5.50 |
NEWGEN | 834.10 | +31.95 |
ZENSARTECH | 485.35 | +24.15 |
MPHASIS | 2330.60 | +116.45 |
TANLA | 1263.95 | +145.40 |
અમદાવાદ, 21 જુલાઇઃ ઇન્ફોસિસ ટેકનોલોજીસ દ્વારા જારી કરાયેલા જૂન ક્વાર્ટરના પરીણામો અને ગાઇડેન્સ બજાર અને બજાર પંડિતોની ધારણા કરતાં ઊણાં ઊતર્યા હોવાના કારણે સપ્તાહના છેલ્લા દિવસે આઇટી શેર્સમાં વેચવાલીના બારે મેઘ ખાંગા થયા હોય તેમ આઇટી ઇન્ડેક્સ 1385 પોઇન્ટના કડાકા સાથે 30099 પોઇન્ટના તળિયે બેસી ગયો હતો. આઇટી ઇન્ડેક્સ બેઝ્ડ 56માંથી 40 સ્ક્રીપ્સમાં ધોવાણ, 16 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો. TANLAમાં સૌથી વધુ 13 ટકાનો સુધારો નોંધાયો હતો. જ્યારે આઇટી મેજર્સ ઇન્ફોસિસ (8.18 ટકા), પર્સિસ્ટન્સ (5.61 ટકા), એચસીએલ ટેક (3.33 ટકા), વીપ્રો (3.07 ટકા) માસ્ટેક (2.76 ટકા), ટીસીએસ (2.68 ટકા) ટાટા એલેક્સી (2.57 ટકા) ઘટી ગયા હતા.
બીએસઇ સેન્સેક્સમાં 888 પોઇન્ટ અને નિફ્ટીમાં 234 પોઇન્ટનું ધોવાણ
BSE સેન્સેક્સ ઉપરમાં 67,190.52 અને નીચામાં 66,533.74 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 887.64 પોઈન્ટ્સ અથવા 1.31 ટકા ગગડીને 66556.90 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેરો સૌથી વધુ 8.18 ટકા ઘટ્યા હતા.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યૂનિલિવર, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યૂ સ્ટીલ, અલ્ટ્રાકેમ્કો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,887.40 અને નીચામાં 19,700.00 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 234.15 પોઈન્ટ્સ અથવા 1.17 ટકાના કડાકા સાથે 19745.00 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
લાર્સન સ્પેશિયલ ડિવિડન્ડના આશાવાદે 4 ટકા ઉછળ્યો
લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નો શેર 4 ટકા વધીને રૂ. 2,594.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ છેલ્લે રૂ. 96.65 એટલેકે 3.88 ટકાના ઉછાળા સાથે રૂ. 2586.25 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. કંપનીએ તેની પ્રથમ શેર બાયબેક યોજનાની જાહેરાત કરી હતી. તેમજ આગામી સપ્તાહે સ્પેશિયલ ડિવિડન્ડ જારી કરી શકે છે. L&T 25 જુલાઈએ તેની બોર્ડ મીટિંગ દરમિયાન નાણાકીય વર્ષ 2023-24 માટે ઈક્વિટી શેર બાયબેક અને ઈક્વિટી શેર પર સ્પેશિયલ ડિવિડન્ડની દરખાસ્ત અંગે ચર્ચા કરશે.
તેજીનો શંખનાદઃ ડીબી કોર્પ 17 ટકા ઊછળ્યો
મીડિયા સહિતના બિઝનેસમાં કાર્યરત ન્યૂઝ પેપર પબ્લિશિંગ, રેડિયો બ્રોડકાસ્ટિંગ, ઈંટીગ્રેટર ઈન્ટરનેટ અને મોબાઈલ ઈંટેરેક્ટેડ સર્વિસ પ્રોવાઇડર ડીબી કોર્પ લિમિટેડનો શેર આજે 17.11 ટકાના ઊછાળા સાથે રૂ. 231ની ટોચે બંધ રહ્યો હતો. શેર સવારે 197.20ની સપાટીએ ખૂલી ઉપરમા રૂ. 236.70ની વર્ષી ટોચે આંબીને છેલ્લે રૂ. 231ની સપાટીએ રૂ. 33.75ના સુધારા સાથે બંધ રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં 23 ટકા, એક મહિનામાં 63 ટકા અને છ માસમાં 76 ટકા રિટર્ન આપનારા આ શેરમાં જે રોકાણકારોએ એક વર્ષ અગાઉ રોકાણ કર્યું હોય તેમને 182 ટકા આસપાસ રિટર્ન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 22 મે 2020ના રોજ ડીબી કોર્પ લિમિટેડનો શેર ₹60ની નીચી સપાટીએ રમતો હતો, જ્યાંથી આ શેરમાં 300 ટકાનો જંગી ઉછાળો નોંધાવા સાથે રોકાણકારો ન્યાલ થઇ ગયા છે.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | % Ch. |
TANLA | 1,263.95 | +13.00 |
INDIAMART | 3,152.10 | +8.72 |
STYLAMIND | 1,650.25 | +8.53 |
RITES | 455.20 | +7.40 |
JINDALSAW | 380.65 | +7.29 |