આઈટી, ટેકનો, રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં લેવાલી

અમદાવાદ, 19 મેઃ સેન્સેક્સે આજે 532 પોઇન્ટની હેવી વોલેટિલિટી નોંધાવવા સાથે છેલ્લે 298 પોઇન્ટી રિકવરી નોંધાવી હતી. સવારે 61556 પોઇન્ટની સપાટીએ ખુલ્યા બાદ એક તબક્કે નીચામાં 612523 પોઇન્ટ થઇ ગયો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 61,784.61 અને નીચામાં 61,251.70 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 297.94 પોઈન્ટ્સ વધીને 61729.68 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,218.10 અને નીચામાં 18,060.40 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 73.45 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18203.40 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઈમાં આઈટી, ટેકનો, રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, મેટલ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.01 ટકા અને 0.16 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

સેન્સેક્સની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી એક નજરે

ગુરુવારે બંધ61342
ખુલ્યો61556
વધી61784
ઘટી61252
બંધ61730
સુધારો298
સુધારો ટકા0.48

અમેરિકામાં લેબર માર્કેટના ટાઈટ ડેટાથી આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડાની કોઈ આશા ન હોવાથી શેરબજારની કામગીરી પર વૈશ્વિક અસરની શક્યતા બની રહેવાની સંભાવના નિષ્ણાતો મૂકી રહ્યા છે.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, સેન્ટિમેન્ટ સાવચેતીનું

સેન્સેક્સ- નિફ્ટીમાં સુધારા સામે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું અને સ્ટોક સ્પેસિફિક રહ્યું હતું. તેના કારણે આજે બીએસઇની માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સેન્સેક્સ પેકની

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ359515761892
સેન્સેક્સ30228