એનર્જી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સેક્ટરમાં ધીમા સુધારાની ચાલ, આઇટી, ટેકનો.માં ઘટાડાની આગેકૂચ

અમદાવાદઃ નેગેટિવ માર્કેટબ્રેડ્થ, નેગેટિવ સેન્ટિમેન્ટ અને નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે પણ ભારતીય શેરબજારોમાં આજે ઇન્ટ્રા-ડે ધીમા સુધારાની શરૂઆત થઇ હતી. પરંતુ દિવસના અંતે સેન્સેક્સ 51.10 પોઇન્ટના ઘટાડા સાથે 62130.57 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 0.55 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18497.15 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

રિટેલ ફુગાવો 11 માસની નીચી સપાટીએ

સળંગ બે મહિનાની ઘટાડાની સ્થિતિ જાળવી રાખવા સાથે રિટેલ ફુગાવો નવેમ્બર માસમાં પણ ઘટી 6 ટકાની આરબીઆઇની મર્યાદા કરતાં નીચે 5.88 ટકાની સપાટીએ આવ્યો છે. જે માર્કેટ સેન્ટિમેન્ટ માટે પોઝિટિવ ફેક્ટર્સ નિષ્ણાતો ગણાવી રહ્યા છે. જેના કારણે મે માસથી સતત વ્યાજદરમાં વધારો કરી રહેલી આરબીઆઇ માટે પણ રાહતના સમાચાર ગણાવાય છે.

સેક્ટર સ્પેસિફિક એપ્રોચઃ

બીએસઇ ખાતે એનર્જી, ઓઇલ, રિયાલ્ટી અને કેપિટલ ગુડ્સ સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ જારી રહી હતી. સામે આઇટી, ટેકનોલોજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડાની ચાલ જારી રહી હતી.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને નેગેટિવ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3786 પૈકી 1746 સ્ક્રીપ્સમાં સુધારો અને 1867 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. સેન્સેક્સપેકમાં પણ 30 પૈકી 14 સ્ક્રીપ્સમાં સુધારો અને 16 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને નેગેટિવ રહ્યા હતા.

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301416
બીએસઇ378617461867

વિદેશી સંસ્થાઓની લેણ-વેચાણમાં સુસ્તી

ખાસ્સા સમયથી વિદેશી નાણાકીય સંસ્થાઓની ખરીદી તેમજ વેચાણ બન્નેમાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે એફપીઆઇની રૂ. 138.81 કરોડની નેટ વેચવાલી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓનો રૂ. 695.60 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.

ટેકનિકલી નિફ્ટીએ 18500ની સપાટી જાળવવી જરૂરી

ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નિફ્ટી 18500ની સપાટીથી સહેજ નીચે બંધ રહ્યો છે. જે ટકાવી રાખે તે જરૂરી છે. ઓવરઓલ માર્કેટ કન્ડિશન જોતાં જણાય છે કે, 1830- 18650ની રેન્જમાં માર્કેટ થોડા સમય માટે અથડાયેલું રહે તેવી શક્યતા છે.