સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં RIL, HDFC બેન્ક સહિત 5 સ્ટોક્સનું યોગદાન 50 ટકાથી વધુ

નવેમ્બરમાં સેન્સેક્સ 2353 પોઈન્ટ, જ્યારે સાત ટ્રેડિંગ સેશનમાં 1955 પોઈન્ટ વધ્યો

પાવર, રિયાલ્ટી, મેટલ, ઓટો અને ટેલિકોમ્યુનેક્શન્સના શેર્સમાં જોરદાર ઉછાળો

એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ અને ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા

અમદાવાદ: વિદેશી રોકાણકારોની મજબૂત લેવાલી તેમજ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતાના અહેવાલો પચાવી ભારતીય શેરબજારોમાં છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી સુધારાનું વલણ જોવા મળ્યું છે. છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1954.81 પોઈન્ટ વૃદ્ધિ સાથે રોકાણકારોની મૂડી 7.60 લાખ કરોડ વધી છે. આજે સેન્સેક્સ 417.81 પોઈન્ટના સુધારા સાથે 63099.65 અને નિફ્ટી 140.30 પોઈન્ટ સુધરી 18758.35ની રેકોર્ડ ટોચે બંધ રહ્યો છે.

4 સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ તો 1 સેક્ટોરલ વર્ષની ટોચે

સેક્ટોરલ ઈન્ડેક્સમાં ફાઈનાન્સ અને બેન્કિંગ શેર્સનો બુલ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે એનર્જી 0.76 ટકા, એફએમસીજી 0.86 ટકા, બેન્કેક્સ 0.47 ટકા અને ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 0.83 ટકાની સામાન્ય વૃદ્ધિ નોંધાવી હોવા છતાં સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જ્યારે ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં 9068.84 પોઈન્ટની વાર્ષિક ટોચ જોવા મળી હતી. મેટલ્સ, પાવર, રિયાલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, અને ઓટો ઈન્ડેક્સ 1.50 ટકાથી 2 ટકાના ઉછાળા સાથે માર્કેટમાં સુધારાને ટેકો આપ્યો છે.

નિફ્ટી50ની તેજીમાં આ પાંચ સ્ટોક્સનો બહુમૂલ્ય ફાળો

સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા બે માસમાં 11 ટકા સુધી વધ્યો છે. છેલ્લા બે માસમાં નિફ્ટી-50ની માર્કેટ કેપમાં નોધાયેલા સુધારામાં 50 ટકા હિસ્સો રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ અને એચડીએફસીનો રહ્યો છે. આ પાંચ સ્ટોક્સની માર્કેટ 7.05 લાખ કરોડ વધી છે. જે નિફ્ટીની માર્કેટ કેપ ગેઈનના 50 ટકા કરતાં વધુ ઉછાળો છે. એકમાત્ર રિલાયન્સે જ 20 ટકા ફાળો આપ્યો હતો. અન્ય 10 સ્ટોક્સની માર્કેટ કેપ 35 ટકા અને 24 સ્ટોક્સની માર્કેટ 1 ટકા વધી હતી. જ્યારે સાતમાં ઘટાડાનું વલણ રહ્યુ હતું.

વિદેશી રોકાણકારોની 13 હજાર કરોડથી વધુની ખરીદી

નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી બજારમાંથી ધૂમ ખરીદી કરી છે. 6 ટ્રેડિંગ સેશન સિવાય એફઆઈઆઈએ કુલ રૂ. 13536 કરોડની લેવાલી નોંધાવી હતી. જ્યારે ડીઆઈઆઈએ આ ગાળામાં 2244.92 કરોડની વેચવાલી કરી પ્રોફિટ બુક કર્યો હતો.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ

વિગતવધીઘટી
સેન્સેક્સ પેક228
U/L સર્કિટ162
52 વીક હાઈ13831
કુલ ટ્રેડેડ 360220581438

બેન્કિંગ શેરોમાં તેજી જારી રહેશે

બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 43,000-43,500 ની વચ્ચે સાંકડી રેન્જમાં ટ્રેડિંગ કરી રહ્યો છે. અંડરટોન બુલિશ હોવાની સાથે નીચામાં 42800નો ટેકો જાળવી રાખે ત્યાં સુધી બાય ઓન ડીપ અભિગમ અપનાવવો જોઈએ. 43500ની સપાટીએ બંધ આપી બેન્કેક્સમાં તેજીનો મોમેન્ટમ જારી રહેવાનો આશાવાદ છે. – કૃણાલ શાહ, સિનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ

સેન્સેક્સ-નિફ્ટીનો આગામી ટ્રેન્ડઃ વિદેશી રોકાણકારો ભારતમાં વધુ રોકાણ કરવા માગતા હોવાનુ નિવેદન ગોલ્ડમેન સાસના ચીફ ઈકોનોમિસ્ટે આપ્યું છે. જીડીપી ગ્રોથ ડેટામાં સુધારા સાથે મોંઘવારીમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાની સાથે નાના-મોટા કરેક્શન સાથે ભારતીય શેરબજારો આગળ વધશે.

સેન્સેક્સના બોટમથી ટોપ સુધીના સુધારામાં પાછળ રહી ગયેલા શેર્સ

DETAILS17-6-2230-11-22આજે diff. +/-%
DRREDDY40674485.950.75%
POWERGRID208224.002.14%
RIL25322732.403.4%
WIPRO402406.950.43%