સેન્સેક્સ પેકની 30માંથી તળિયે બેઠેલી 13 સ્ક્રીપ્સના લેખાં- જોખાં
શાણા રોકાણકારોએ આ વખતે માર્કેટ ખરાબ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીનું મહત્વ સમજીને શાનમાં સમજાવી દીધું છે કે, હવે અમે પરિપક્વ થઇ ગયા છીએ
માર્કેટ ટર્નઅરાઉન્ડ થાય ત્યારે સેન્સેક્સપેકના કયા શેર્સ ઉપર આપશો વિશેષ ધ્યાન
સેન્સેક્સે શુક્રવારે 51000નો સાથ છોડી દેવા સાથે સેન્સેક્સ પેકની 13 સ્ક્રીપ્સ પણ 52 52 Weekની નીચી સપાટીએ સ્પર્શી ગઇ છે. તે પૈકી 52 Week Highથી ટેક મહિન્દ્રા અડધો થઇ ગયો છે. એશિયન પેઇન્ટ્સ, તાતા સ્ટીલ, વીપ્રો અને બજાજ ફાઇનાન્સ જેવી ધૂરંધર સ્ક્રીપ્સમાં પણ ઓવરઓલ માર્કેટ ઇફેક્ટ જોવા મળી છે. જોકે, એક્સિસ બેન્ક એક એવો શેર જોવા મળ્યો છે. કે જેનો છેલ્લો બંધ રૂ. 635 રહેવા સામે વર્ષની ટોચ રૂ. 867 અને વર્ષની બોટમ 627 બનાવી છે. જે દર્શાવે કે, આ શેરે તેની માર્કેટ ફેન્સી જાળવી રાખી છે. બેન્કિંગ- ફાઇનાન્સ સેક્ટરની 5 કંપનીઓ વર્ષના તળિયે બેઠી છે. જ્યારે આઇટી સેક્ટરની પણ 4 કંપનીઓમાં વર્ષનું તળિયું નોંધાયું છે. એચડીએફસી ટ્વીન્સમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે.
સેન્સેક્સ પેકની 13 સ્ક્રીપ્સ જે સેન્સેક્સને સાથ આપી બેઠી વર્ષના તળિયે
Security | 52WH | LTP | 52WL | P52WL | ATL |
ASIANPAINT | 3588 | 2583 | 2560 | 2585 | 195 |
AXISBANK | 867 | 635 | 627 | 631 | 12 |
BAJFINA | 8043 | 5423 | 5236 | 5256 | 22 |
HCLTECH | 1377 | 959 | 944 | 960 | 89 |
HDFC | 3021 | 2053 | 2026 | 2046 | 224 |
HDFCBANK | 1724 | 1290 | 1272 | 1278 | 32 |
INDUSINDBK | 1242 | 807 | 797 | 806 | 9 |
INFY | 1954 | 1388 | 1367 | 1392 | 420 |
TATASTEEL | 1535 | 907 | 895 | 898 | 67 |
TCS | 4045 | 3089 | 3023 | 3133 | 355 |
TECHM | 1838 | 965 | 944 | 971 | 204 |
ULTRACEM | 8267 | 5178 | 5158 | 5280 | 249 |
WIPRO | 740 | 405 | 402 | 420 | 159 |
સેન્સેક્સ પેકની 18 સ્ક્રીપ્સ જેમાં માર્કેટ કન્ડિશન કરતાં ઓછી ખરાબી
સેન્સેક્સ વર્ષના તળિયે ગયો હોવા છતાં સેન્સેક્સ પેકની 18 સ્ક્રીપ્સમાં ઘટાડાની અસર તો થઇ છે પણ એટલી જોરદાર નહિં…. બજાજ ફીન સર્વ, ડો. રેડ્ડી, આઇસીઆઇસીઆઇ, કોટક બેન્ક, મારૂતિ, નેસ્લે, એસબીઆઇ અને ટાઇટનમાં જોકે, 10-20 ટકા કે તેથી વધુ કરેક્શન રહ્યું છે. જ્યારે માર્કેટ લિડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આવી ખરાબ માર્કેટ કન્ડિશનમાં પણ સતત સુધારા માટે પ્રયાસ કરી રહ્યો છે. જેના કારણે તે તેની 2855ની વર્ષ/ઓલટાઇમ હાઇ સપાટીથી ખાસ ઘટ્યો નથી.
Security | 52WH | LTP | 52WL |
Bajaj finserv | 19320 | 11758 | 11271 |
Bharti | 782 | 644 | 509 |
Dr. reddy | 5613 | 4143 | 3655 |
HUL | 2859 | 2112 | 1901 |
ICICI | 860 | 688 | 616 |
ITC | 282 | 263 | 201 |
Kotakb | 2252 | 1674 | 1627 |
L&T | 2078 | 1489 | 1448 |
M&M | 1058 | 998 | 671 |
Maruti | 9022 | 7691 | 6540 |
Nestle | 20600 | 16683 | 16000 |
NTPC | 166 | 140 | 112 |
P.grid | 248 | 211 | 167 |
RIL | 2855 | 2589 | 2016 |
SBI | 549 | 441 | 400 |
SunPh. | 967 | 793 | 653 |
Titan | 2768 | 1935 | 1662 |
માર્કેટ ટર્નઅરાઉન્ડ થાય ત્યારે કઇ સ્ક્રીપ્સ ધ્યાનમાં રાખશો
હેવી એક્ટિવઃ એશિયન પેઇન્ટ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી, નેસ્લે, રિલાયન્સ, એસબીઆઇ, ટાઇટન
એક્ટિવઃ ઇન્ફોસિસ, ટીસીએસ, અલ્ટ્રાટેક, વીપ્રો, ડો.રેડ્ડી, એચયુએલ