ઇન્ટ્રા-ડે ટ્રેડમાં Sensex 260 પોઈન્ટના ઉછાળા સાથે 63588.31 પોઇન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ
સ્મોલકેપ-મીડકેપ સહિત 4 સેક્ટોરલ્સ પણ ઐતિહાસિક ટોચે
અમદાવાદ, 21 જૂનઃ સેન્સેક્સ આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 63588.31 પોઇન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લે 195.45 પોઇન્ટના સુધારા સાથે 63523.15 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ રહ્યો હતો. જોકે આજનો ઓલટાઇમ હાઇ તા. 1 ડિસેમ્બર-22ના રેકોર્ડ હાઈથી 5 પોઈન્ટ વધ્યો હતો. પરંતુ કહેવાય તો ઓલટાઇમ હાઇ જ…. અગાઉ, સેન્સેક્સ 1 ડિસેમ્બર, 2022ના રોજ 63,583.1 પોઈન્ટની નવી ટોચે સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ તેની ઐતિહાસિક ટોચ (Nifty all-time High) 18887.60ની નજીક 18875.90 પર પહોંચ્યા બાદ છેલ્લે 40.15 પોઇન્ટના સુધારા સાથે 18856.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સ્મોલ-મિડકેપ, ફાઇ. સર્વિસ, ઓટો, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ પણ આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નવી ટોચે સ્પર્શી ગયા હતા.જેમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ્સ, અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીઝનો સમાવેશ થાય છે.
ઈન્ડેક્સ | ઓલટાઈમ હાઈ | છેલ્લો ભાવ |
Sensex | 63588.31 | 63,523.15 |
Smallcap | 32765.32 | 32,577.35 |
Midcap | 28745.47 | 28,635.61 |
Fin. Services | 9311.46 | 9,298.95 |
Auto | 34393.44 | 34,139.44 |
Industrials | 8510.73 | 8,431.77 |
Cons. Discre. | 6490.76 | 6,451.14 |
સેન્સેક્સ-સેક્ટોરલ્સ નવી ટોચે
દિવસ દરમિયાન સેન્સેક્સમાં 300 પોઇન્ટની વોલેટિલિટી
BSE સેન્સેક્સ ઉપરમાં 63,588.31 (નવી ટોચ) અને નીચામાં 63,315.62 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 195.45 પોઈન્ટ્સ વધીને 63523.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,875.90 અને નીચામાં 18,794.85 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 41.95 પોઈન્ટ્સ ઉછાળા સાથે 18,858.65 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી પાવર, ઓઈલ-ગેસ, ફાઈનાન્શિયલ, બેન્ક, આઈટી, ટેકનો અને એનર્જી શેરોમાં સુધારાની ચાલ રહી હતી. જ્યારે મેટલ, એફએમસીજી, રિયલ્ટી અને ઓટો સેક્ટર્સમાં પીછેહઠ નોંધાઇ હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.68 ટકા અને 0.24 ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકની સ્થિતિઃ BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ 3.70 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચચડીએફસી, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો અને રિલાયન્સનો સમાવેશ થાય છે. સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ 1.30 ટકા ઘટ્યા હતા. તો આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મારુતિ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસમાં ટોન નરમ રહ્યો હતો.
Recommendations by HDFC securities Retail Research
Stock | LTP | Recommendations | Base Fair Value | Bull Fair Value | Time Horizon |
Bank of Baroda | Rs. 195 | Buy 193-197& add more on dips169-173 band | Rs.214 | Rs.234 | 2-3 quarters |
Satin Creditcare | Rs 173 | Buy 171-175 band & add on dips 145-149 band | Rs 194 | Rs 207 | 2-3 quarters |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)