700 પોઇન્ટના કડાકામાંથી રિકવરી સાથે સેન્સેક્સે 72000ની સપાટી ટકાવી રાખી
અમદાવાદ, 13 મેઃ
બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ નેગિટિવ શરૂઆત બાદ રિકવરી સાથે સુધારા સાથે બંધ આપ્યું હતું. સવારના વેપાર દરમિયાન બંને લગભગ એક ટકા ઘટ્યા હતા.. જોકે પાછળથી ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પછી માર્કેટમાં આકર્ષક રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 0.15 ટકા વધીને 72776 પોઈન્ટ પર બંધ થયો હતો, જે લગભગ 700 પોઈન્ટના ઈન્ટ્રાડે ડ્રોપથી રિકવર થયો હતો. નિફ્ટી 0.22 ટકા વધીને 22104 પોઈન્ટ પર બંધ થયો હતો, જે ઈન્ટ્રાડેમાં લગભગ 180 પોઈન્ટના ઘટાડાથી પાછો ઊછળી રહ્યો હતો.
કયા સેક્ટોરલ્સ સુધર્યાઃ | ડાઉનસાઇડ સેક્ટોરલ્સઃ |
નિફ્ટી ફાર્મા 1.8 ટકા, નિફ્ટી મેટલ અને રિયલ્ટી, જે બંને 1.3 ટકા વધ્યા. નિફ્ટી બેન્ક 0.7 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી આઈટી 0.4 ટકા વધ્યો હતો. | નિફ્ટી ઓટો 1.68 ટકા, ત્યારબાદ નિફ્ટી પીએસયુ બેન્ક અને ઓઇલ એન્ડ ગેસ અનુક્રમે 1.2 ટકા અને 0.8 ટકા ઘટ્યા હતા. |
ટેકનિકલી નિફ્ટી માટે 22200 ક્રોસ કરવી અતિઆવશ્યક
નિફ્ટીએ ડેઇલી ચાર્ટ પર હેમર પેટર્ન બનાવી છે, જે કરેક્શન બાદ સંભવિત તેજીના રિવર્સલનો સંકેત આપે છે. વધુમાં, અગાઉના સ્વિંગની આસપાસ સપોર્ટ મળ્યો છે. જો કે, 22150-22200 ઝોનમાં ઇન્ડેક્સની રિકવરી પ્રતિકારનો સામનો કરી શકે છે અને 22200થી ઉપરની નિર્ણાયક ચાલ જ બજારમાં મજબૂત રેલીને આગળ વધારી શકે છે. નિફ્ટી માટે સપોર્ટ 21950 આસપાસ હોવાનું નિષ્ણાતો જણાવે છે.
વોલેટિલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થવા છતાં, નિફ્ટીને નિર્ણાયક 21,800ના સ્તરે સપોર્ટ મળ્યો છે. બેન્કિંગ મેજર્સમાં અપેક્ષિત સ્થિરતા અને આઇટી અને એનર્જી જેવા ક્ષેત્રોમાં પસંદગીના હેવીવેઇટ્સ વધુ ઉપરની ગતિને પ્રોત્સાહન આપી શકે છે, જોકે 22,300-22,400 રેન્જનો ભંગ કરવો પડકારજનક સાબિત થઈ શકે છે. તે જોતાં, સલાહ આપવામાં આવે છે કે સાવધાનીપૂર્વક સ્ટોપલોસ સાથે અગળ વધે તેમજ વધુ પડતી આક્રમક ટ્રેડિંગ વ્યૂહરચનાથી દૂર રહેવું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)