નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 17400 થઇ 17397 પોઇન્ટ બંધરેટ સેન્સિટિવ શેર્સમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિટી રહી
આરબીઆઇની પોલિસીના કારણે સીધી તેજીમાં ખાંચરોસેન્સેક્સ પેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં નોંધાયો સુધારો

અમદાવાદઃ આરબીઆઇ દ્વારા રેપોરેટમાં વધારો કરવાના પગલે ભારતીય શેરબજારો સાવધાનીની પોઝિશનમાં આવી ગયા છે. સવારે 122 પોઇન્ટના ગેપઅપથી ખુલેલો સેન્સેક્સ ઇન્ટ્રા-ડે એક તબક્કે 350 પોઇન્ટ સુધરી 58649 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ ઇન્ટ્રા-ડે 54 પોઇન્ટની નેગેટિવ ચાલ નોંધાવી છેવટે 89.13 પોઇન્ટના સુધારા સાથે 58387.93 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી- 50 પણ 15.50 પોઇન્ટ વધઈ 17397.50 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે 17474 પોઇન્ટ થયો હતો.

સેક્ટોરલ વોચ એટ એ ગ્લાન્સ

બીએસઇ ખાતે બેન્કિંગ- ફાઇનાન્સ સ્ટોક્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી રહી હતી. જ્યારે ઓટો, રિયાલ્ટી, તેમજ રેટ સેન્સિટિવ શેર્સમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી. જોકે આઇટી અને ટેકનોલોજી શેર્સમાં ધીમાં સુધારાની ચાલ જારી રહી હતી.

નિફ્ટીનું નેક્સ્ટ ટાર્ગેટ 17800- 17900

હાઇ વોલેટિલિટી સાથે નિફ્ટીનું શોર્ટટર્મ વલણ ચોપી રહેવાની શક્યતા છે. જ્યાં સુધી નિફ્ટી 17500 પોઇન્ટનું ટેકનિકલી સપોર્ટ લેવલ જાળવી રાખશે ત્યાં સુધી માર્કેટમાં તેજીવાળાઓ માટે ચાન્સ રહેશે. એકવાર 17500 ક્રોસ થયા પછી નિફ્ટી માટે 17800- 17900 પોઇન્ટના ટાર્ગેટ્સ જણાય છે. નીચામાં નિફ્ટી 17200 પોઇન્ટની સપાટી જાળવી રાખે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી રહેશે.- નાગરાજ શેટ્ટી, એચડીએફસી સિક્યુરિટીઝ

ઓગસ્ટના 5 દિવસમાં 818 પોઇન્ટનો સુધારો

DateCloseસુધારો
29/07/202257570 
1/08/202258115+545
2/08/202258136+21
3/08/202258350+214
4/08/202258299– 51
5/8/202258388+89

102 સ્ક્રીપ્સ વર્ષની ટોચે, 29 સ્ક્રીપ્સ વર્ષના તળિયે

કંપનીવર્ષની ટોચછેલ્લો
અદાણી એન્ટર. 2768 2697
અદાણી ટ્રાન્સ35503300
બરોડા ડેરી35.3035.30
બ્લૂડાર્ટ91728821
લેમન ટ્રી74.5572.90
મહિન્દ્રા12791236
તાતા એલેક્સી94209312

બીએસઇ સર્કિટ સમરી

અપર235લોઅર141કુલ376

માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ

કુલ ટ્રેડેડ 3509સુધર્યા 1866ઘટ્યા 1482