સેન્સેક્સની 33 વર્ષમાં 1000થી 64000 પોઇન્ટની જર્ની એટ એ ગ્લાન્સ, 1000 પોઇન્ટ વધતાં 141 દિવસ લાગ્યા
સેન્સેક્સની 1000થી 64000ની ચાલ એક નજરે
SENSEX | Record Date |
1000 | 25 July 1990 |
2000 | 15 January 1992 |
3000 | 29 February 1992 |
4000 | 30 March 1992 |
5000 | 11 October 1999 |
6000 | 11 February 2000 |
7000 | 21 June 2005 |
8000 | 08 September 2005 |
9000 | 09 December 2005 |
10000 | 07 February 2006 |
20000 | 11 December 2007 |
21000 | 05 November 2010 |
22000 | 24 March 2014 |
23000 | 09 May 2014 |
24000 | 13 May 2014 |
25000 | 16 May 2014 |
26000 | 07 July 2014 |
27000 | 02 September 2014 |
28000 | 05 November 2014 |
29000 | 23 January 2015 |
30000 | 04 March 2015 |
31000 | 26 May 2017 |
32000 | 13 July 2017 |
33000 | 25 August 2017 |
34000 | 26 December 2017 |
35000 | 17 January 2018 |
36000 | 23 January 2018 |
37000 | 27 July 2018 |
38000 | 09 August 2018 |
39000 | 01 April 2019 |
40000 | 23 May 2019 |
41000 | 26 November 2019 |
42000 | 16 January 2020 |
45000 | 04 December 2020 |
46000 | 09 December 2020 |
50000 | 21 January 2021 |
60000 | 24 September 2021 |
63558 | 21 June 2023 |
64050 | 28 june 2023* |
અમદાવાદ, 28 જૂનઃ ભારતીય શેરબજારો ફુલગુલાબી તેજીના રંગે ફરી એકવાર રંગાઇ ચૂક્યા છે. તા. 1 ડિસેમ્બર-22ના રોજ 63000 ક્રોસ થયા બાદ સેન્સેક્સે તા. 28 જૂન-23ના રોજ 64000 પોઇન્ટની સપાટી ઇન્ટ્રા-ડે ક્રોસ કરવામાં સફળતાં મેળવી છે. જેમાં તેને 141 દિવસનો સમય લાગ્યો છે.
સેન્સેક્સ બુધવારે 499 પોઇન્ટના ઉછાળા સાથે ઓલટાઇમ હાઇ બંધ
BSE GAINERS AT A GLANCE (28 JUNE-23)
Security | LTP (₹) | Change | % Ch. |
EPL | 221.45 | +15.50 | +7.53 |
ADANIENT | 2,403.65 | +121.90 | +5.34 |
ICIL | 214.00 | +14.20 | +7.11 |
KITEX | 183.90 | +15.30 | +9.07 |
JBMA | 1,217.20 | +136.00 | +12.58 |
BSE LOSERS AT A GLANCE (28 JUNE-23)
Security | LTP (₹) | Change | % Change |
HCC | 20.18 | -0.80 | -3.81 |
RAIN | 162.30 | -5.75 | -3.42 |
SWANENERGY | 258.15 | -7.80 | -2.93 |
IOLCP | 415.15 | -14.90 | -3.46 |
RTNPOWER | 4.87 | -0.21 | -4.13 |
ઘરેલું શેરબજારમાં આજે ચોતરફી લેવાલીથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ રહ્યા હતા. સારા ચોમાસાના આશાવાદ, એચડીએફસીના મર્જરની પ્રક્રિયા પૂર્ણ થયાની જાહેરાત અને જૂન સીરિઝ એક્સપાયરી અગાઉ જોવા મળેલા રોલઓવરને કારણે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને બજારનો અંડરટોન એકદમ મજબૂત જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 499 પોઈન્ટ્સ વધીને 63915.42 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 64050 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો હતો. નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં પ્રથમવાર 19,000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવવામાં સફળ રહ્યો હતો. BSE સેન્સેક્સ 64,050.44 (નવી ટોચ) 63,554.82 પોઈન્ટ્સની રેન્જમાં રમી 499.39 પોઈન્ટ્સ વધીને 63915.42 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 19,011.25 (નવી ટોચ) અને 18,861.35 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 154.70 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18972.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી કેપિટલ ગૂડ્ઝ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર, મેટલ, ઓઈલ-ગેસ, ફાર્મા, એનર્જી, બેન્ક, આઈટી અને ટેકનોલોજી સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.73 ટકા અને 0.08 ટકા વધીને બંધ રહ્યા હતા. (*intra day)