પ્રેસમેન એડવર્ટાઈઝિંગના સાઈનપોસ્ટ ઈન્ડિયા સાથે મર્જરને શેરધારકોની મંજૂરી
કોલકાતા, 26 મે: પ્રેસમેન એડવર્ટાઈઝિંગ લિમિટેડ (પ્રેસમેન)એ ભારતની સૌથી મોટી ડીઓઓએચ (DOOH) એજન્સીઓમાંની એક, સાઈનપોસ્ટ ઈન્ડિયા લિમિટેડ (સાઇનપોસ્ટ) સાથે મર્જરની સ્કીમ ઓપ એરેન્જમેન્ટ માટે શૅરધારકોની મંજૂરી મેળવી છે. ભારતની સૌથી જૂની સ્વતંત્ર જાહેરાત એજન્સીઓમાંની એક અને મુખ્ય સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ આઈએનએસ માન્યતા પ્રાપ્ત એકમાત્ર એજન્સી પ્રેસમેન અને સાઈનપોસ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 24 જૂન 2022ના રોજ પ્રેસમેન સાઈનપોસ્ટ સાથે મર્જ થશે એવી સ્કીમ ઓફ એરેન્જમેન્ટને મંજૂરી આપી હતી. 25 મે 2023ના રોજ એનસીએલટી, કોલકાતા બેંચના આદેશ અનુસાર યોજાયેલી શૅરધારકોની મીટિંગમાં, પ્રેસમેને સ્કીમ ઓફ એરેન્જમેન્ટ માટે તેના ઇક્વિટી શૅરધારકોની મંજૂરી માંગી હતી. એનસીએલટી દ્વારા નિયુક્ત કરાયેલા અધ્યક્ષ સુશ્રી ઉર્મિલા ચક્રવર્તીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, સ્કીમની તરફેણમાં 99.9986% મત પડ્યા હતા, જ્યારે માત્ર 0.0014% લોકોએ સ્કીમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સ્કીમ ઓફ એરેન્જમેન્ટ હેઠળ, પ્રેસમેનના શૅરધારકોને પ્રેસમેનના પ્રતિ શૅરના બદલામાં સાઇનપોસ્ટનો એક શૅર મળશે. મર્જર પછી, પ્રેસમેનના પ્રમોટર્સ સાઈનપોસ્ટના હાલના પ્રમોટરો સાથે મર્જ થયેલી એન્ટિટીમાં સહ-પ્રમોટર્સ બનશે. આ મજર્ર ભારતની બે જાણીતી બ્રાન્ડને એક સાથે લાવશે અને બેજોડ સર્વિસીસનો ભંડાર પૂરો પાડશે.