અમદાવાદ, 24 એપ્રિલઃ HDFC અને HDFC બેન્કના મર્જર બાદ તેને HDFC લાઇફ અને HDFC ERGOમાં તેના શેરહોલ્ડિંગમાં 50 ટકા વધારો કરવાની આરબીઆઇએ મંજૂરી આપતાં HDFC લાઈફનો શેર BSE ખાતે 8 ટકા ઉછળી 554.60ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જોકે, છેલ્લે શેર રૂ. 34.20 (6.66 ટકા)ના ઉછાળા સાથે રૂ. 547.50ની સપાટીએ બંધ રહ્યો હતો.

કંપનીબંધસુધારો (ટકા)
એચડીએફસી2787.801.02
એચડીએફસી બેન્ક1688.450.88
એચડીએફસી લાઇફ547.506.66
HDFC ASSET MANAGE.1778.950.62

(નોંધઃ HDFC લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની વાર્ષિક ટોચ 620.70 અને બોટમ 457.95 છે)

Emkay અને નુવામા રિસર્ચ અનુસાર, RBI દ્વારા વીમા સંસ્થાઓમાં HDFC દ્વારા 50 ટકાથી વધુ હિસ્સો રાખવાનો નિર્ણય HDFC લાઇફ માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે. જો કે, હજી મેનેજમેન્ટે પોતાનો હિસ્સો નક્કી કર્યો નથી.અમારું માનવું છે કે તે 50-60 ટકા હોવું જોઈએ. હિસ્સો વધતાં ક્રોસ સેલનું પ્રમાણ વધશે.

સેન્સેક્સમાં 401 પોઈન્ટ્સનો ઉછાળો; નિફ્ટી 17750ની નજીક

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. હેવીવેઈટ રિલાયન્સના પ્રોત્સાહક નાણાકીય પરિણામને કારણે શેરબજારમાં સેન્ટિમેન્ટ સુધરવા સાથે લેવાલી વઘી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 60,101.64 અને નીચામાં 59,620.11 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 401.04 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા વધીને 60,056.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,754.50 અને નીચામાં 17,612.50 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 119.35 પોઈન્ટ્સ અથવા 0.68 ટકાના સુધારા સાથે 17,743.40 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક, ફાઈનાન્શિયલ, રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ તેમજ મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે એક માત્ર ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બજારનો અંડરટોન આજે સવારથી જ મજબૂત જળવાઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.47 ટકા અને 0.34 ટકા વધીને બંધ રહ્યા હતા.

આ નિર્ણયથી HDFC લાઇફ માટે બે મોટા ફાયદા થશે. પ્રથમ, HDFC લાઇફ HDFC બેન્કની સીધી પેટાકંપની બનશે, જે HDFC બેન્ક ચેનલમાં તેના વર્તમાન 50 ટકા હિસ્સામાં સંભવિત સુધારો તરફ દોરી જશે, તેમજ HDFCમાં વિતરણ ખર્ચમાં અપેક્ષિત ઘટાડાને કારણે માર્જિનમાં વધારો થશે. HDFC-HDFC બેન્ક હાલમાં HDFC લાઇફમાં 48.65 ટકા હિસ્સો ધરાવે છે. જો RBIએ HDFC ગ્રૂપને લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં હિસ્સો 30 ટકાથી ઘટાડવા નિર્દેશ કર્યો હોત તો તેણે 19 ટકા હિસ્સો વેચવો પડ્યો હોત.પરંતુ નવા નિર્ણયને અનુરૂપ HDFC-HDFC બેન્ક મર્જર પૂર્ણ થાય તે પહેલા 1.35 ટકાથી વધુનો નવો અથવા ગૌણ હિસ્સો હસ્તગત કરશે.

HDFC લાઈફ શેરનું રેટિંગ અપગ્રેડ કર્યું

એમ્કેએ HDFC લાઇફના શેરનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 650 નિર્ધારિત કરતાં બાય રેટિંગ અપગ્રેડ કર્યું છે. જે અંગે જણાવ્યું હતું કે, નવા સિનર્જિસ્ટિક HDFC બેંક-HDFC લાઇફ સંબંધોની અસરને પ્રતિબિંબિત કરતાં, અમે અમારા FY24-25ના અંદાજમાં ફેરફાર કરીએ છીએ અને સ્ટોક અપગ્રેડ કરીએ છીએ.