અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરની ઈ-કોમર્સ કંપની નાયકાનો શેર આજે સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. BSE ખાતે FSN E-Commerceનો શેર 195.40ની 52 વીક હાઈ થયો હતો. જે 2 વાગ્યે 1.68 ટકા ઉછાળા સાથે 190.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Nykaaના Q3FY24 માટેના બિઝનેસ અપડેટને કારણે મંગળવારે પણ શેરના ભાવમાં 6.11 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. તહેવારોની સિઝનમાં નાયકાના ત્રણ બિઝનેસ વર્ટિકલ્સમાં વૃદ્ધિ જોવા મળી છે. પરિણામે કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામો નોંધાવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, કેટલાક વિશ્લેષકોએ તહેવારોની સિઝનમાં નોંધાયેલા મ્યૂટ વપરાશને પગલે મોટાભાગના રિટેલર્સની આવક અને કમાણીની અપેક્ષાઓ ઓછી કરી છે.

Nykaaએ ગ્રોસ મર્ચેન્ડાઇઝમાં ટકાવારી વૃદ્ધિ હોવા છતાં બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) કેટેગરીમાં ચોખ્ખું વેચાણ મૂલ્ય (NSV) વાર્ષિક ધોરણે (Y-o-Y) 20 ટકા વધવાની ધારણા છે.

રવિવારના રોજ જાહેર કરાયેલા બિઝનેસ અપડેટમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં વર્ટિકલ્સમાં મજબૂત વૃદ્ધિ જોઈ છે. “મજબૂત જીડીપી વૃદ્ધિ, સ્થિર વ્યાજ દરો અને વધતા GST કલેક્શન સાથે લાંબા ગાળાના મેક્રો સૂચકાંકો સુધરવાનું ચાલુ રાખે છે, જે ભારતની મજબૂત વપરાશ વૃદ્ધિ વાર્તાને પ્રતિબિંબિત કરે છે. જોકે, ટૂંકા ગાળાના દબાણને કારણે વિવેકાધીન વપરાશ પર થોડી અસર થઈ છે.”

નાયકાએ જણાવ્યું હતું કે તેના બ્યૂટી એન્ડ પર્સનલ કેર બિઝનેસ (BPC)માં ઈન્ડસ્ટ્રી કરતાં વધુ ગ્રોથ નોંધાવ્યો છે. અમે માનીએ છીએ કે વર્તમાન ઈન્ડસ્ટ્રી ગ્રોથ લાંબા ગાળાની વૃદ્ધિ કરતાં નીચો છે. મજબૂત મેક્રોઇકોનોમિક અને ડેમોગ્રાફિક આઉટલૂકને જોતાં નજીકના મધ્ય ગાળામાં મજબૂત રિકવરીની શક્યતા છે.”

નાયકાનો શેર એક વર્ષમાં 21.3 ટકા વધ્યો

FSN ઇ-કોમર્સ વેન્ચર્સના શેરોએ પાછલા વર્ષમાં 21.3 ટકા રિટર્ન આપ્યું છે. સપ્ટેમ્બર-2023થી અત્યારસુધીમાં નાયકાનો શેર 135ના લેવલથી 44.44 ટકા ઉછળી 195 થયો છે. જો કે, 2021માં આકર્ષક લિસ્ટિંગ બાદથી મજબૂત ફેન્સી વચ્ચે શેર 2574ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 2022ના મધ્યથી શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જેનો ભાવ ફોર ડિજિટથી ઘટી ત્રિપલ ડિજિટ થયો છે.