શીલા ફોમ લિમિટેડે કર્લ-ઓન એન્ડ ફર્લેન્કો ફર્નિચર હસ્તગત કરી
નવી દિલ્હી, 18 જુલાઇઃ હોમ કમ્ફર્ટ પ્રોડક્ટ્સ (ફોમ-આધારિત) અને સૌથી મોટા પોલીયુરેથીન (પીયુ) ફોમ ઉત્પાદનમાં અગ્રણી શીલા ફોમ લિમિટેડે કર્લોન એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (ફ્લેગશિપ બ્રાન્ડ કર્લ ઓન – મેટ્રેસ ઓફ ઈન્ડિયા)માં નિયંત્રિત હિસ્સો તથા ફર્લેન્કો ફર્નિચરમાં (ભારતની સૌથી ઝડપથી વિકસતી ઓનલાઈન ફર્નિચર બ્રાન્ડ જે “હાઉસ ઓફ કિરાયા પ્રાઈવેટ લિમિટેડ” અથવા “એચઓકે” દ્વારા માલિકીની અને સંચાલિત છે) હિસ્સો પ્રાપ્ત કરીને એકસાથે બે સોદા કર્યાની જાહેરાત કરી હતી. એસએફએલ રૂ. 2150 કરોડના ઇક્વિટી વેલ્યુએશન પર કેઈએલમાં 94.66% શેરહોલ્ડિંગ હસ્તગત કરી રહી છે (94.66% હિસ્સો હસ્તગત કરવાની કિંમત રૂ. 2035 કરોડની આસપાસ) જે રૂઢિગત કાર્યકારી મૂડી, દેવું અને દેવા જેવી વસ્તુઓ અને અન્ય ગોઠવણો, જો કોઈ હોય તો તેને આધીન છે. હસ્તાંતરણ પૂર્ણ કરવા માટેનો સૂચક સમયગાળો 30મી નવેમ્બર 2023 સુધીમાં અથવા તે પહેલાંનો છે.
એસએફએલ રૂ. 857.14 કરોડના ઇક્વિટી વેલ્યુએશન માટે એચઓકે-ફર્લેન્કોમાં 35% શેરહોલ્ડિંગમાં પણ રોકાણ કરી રહી છે (35% હિસ્સામાં રોકાણની કિંમત રૂ. 300 કરોડ છે) જે રૂઢિગત કાર્યકારી મૂડી, દેવું અને ઋણ જેવી વસ્તુઓ અને ગોઠવણો જો હોય તો તેને આધીન છે. રોકાણ પૂર્ણ કરવા માટેનો સૂચક સમયગાળો 30મી ઓગસ્ટ 2023 સુધીમાં અથવા તે પહેલાંનો હશે.
કર્લ ઓન ડીલ શીલા ફોમને તેની ફ્લેગશિપ બ્રાન્ડ સ્લીપવેલની ફોમમાં સતત ગુણવત્તા અને નવીનતા સાથે મુખ્ય પ્રોડક્ટ કેટેગરીમાં નેતૃત્વ આપે છે; અને રબરાઈઝ્ડ કોયરમાં બ્રાન્ડ કર્લ-ઓનની તાકાત હસ્તગત કરી છે જેમાં આ બંને કંપનીઓ પોતપોતાના ઉત્પાદન સેગમેન્ટમાં અગ્રણી છે. શીલા ફોમ હવે ભારતમાં આધુનિક મેટ્રેસ માર્કેટમાં લગભગ 21% નો સંયુક્ત બજાર હિસ્સો ધરાવે છે.
શીલા ફોમ મુખ્યત્વે વિશિષ્ટ વિતરણ નેટવર્ક (જેમ કે ઈઓબી) દ્વારા કાર્ય કરે છે જ્યારે કેઈએલ બહુવિધ વિતરણ નેટવર્ક (એમઓબી)માં મજબૂત છે. ફર્લેન્કો ડીલ શીલા ફોમને ઝડપથી વિકસતા બ્રાન્ડેડ ફર્નિચર અને ફર્નિચર ભાડા બજારમાં પ્રવેશવામાં મદદ કરશે અને ફર્નિચર વેચાણ બજારમાં પણ તેની હાજરીને વધુ વૈવિધ્યીકરણ કરવાની અને સેગમેન્ટમાં સંપૂર્ણ પોર્ટફોલિયો કંપની બનવાની તક મળશે.
ફર્નિચરનું બજાર કદ રૂ. 1 લાખ કરોડનું હોવાનો અંદાજ
ઉદ્યોગના અનુમાન મુજબ, ફર્નિચરનું બજાર કદ રૂ. 1 લાખ કરોડ (ટ્રિલિયન) છે. શીલા ફોમને ફર્લેન્કોની ડિજિટલ-ફર્સ્ટ, ડાયરેક્ટ-ટુ-કસ્ટમર અને ઈ-કોમર્સ ક્ષમતાઓ તેમજ ફર્લેન્કોની ડિઝાઇન ક્ષમતાઓથી પણ ફાયદો થશે તેવું શીલા ફોમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગૌતમે જણાવ્યું હતું. એસએફએલ પાસે એક્વિઝિશનનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે અને તેને ટર્નઅરાઉન્ડ કર્યો છે. શીલા ફોમે ઓસ્ટ્રેલિયામાં જોયસ ફોમને 2003માં 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને 2019માં સ્પેનમાં કમ્ફર્ટ ટેક્નોલોજીસ હસ્તગત કર્યા હતા. આ નવા એક્વિઝિશનનો ફાયદો ઉઠાવવા માટે ખૂબ જ યોગ્ય સ્થિતિમાં મૂકે છે.