SK ફાઈનાન્સઃ IPO માટે SEBI સમક્ષ DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 3 મેઃ વ્હિકલ ફાઈનાન્સિંગ અને એમએસએમઈ ફાઈનાન્સિંગ સેગમેન્ટમાં ઝડપથી વિકસતી 1994માં સ્થાપિત SK ફાઈનાન્સ લિમિટેડે IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની IPO હેઠળ રૂ. 2200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 500 કરોડ સુધીનો ફ્રેશ ઈશ્યૂ તથા ઓફર ફોર સેલ અંતર્ગત સેલિંગ શેરહોલ્ડર (ધ ઓફર ફોર સેલ) દ્વારા રૂ. 1ની ફેસવેલ્યૂ ધરાવતા ઈક્વિટી શેર મારફત રૂ. 1700 કરોડ એકત્ર કરશે.
ઓફર ફોર સેલ હેઠળ રાજેન્દ્રકુમાર સેટીયા દ્વારા રૂ. 180 કરોડ, રાજેન્દ્ર કુમાર સેટિયા એચયુએફ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 20 કરોડના શેર્સ ઓફર કરવામાં આવશે. તેમજ ઈવોલ્વન્સ કોઈનવેસ્ટ 1 દ્વારા રૂ. 75 કરોડ, ઈવોલ્વન્સ ઈન્ડિયા ફંડ III લિમિટેડ દ્વારા રૂ. 25 કરોડ, નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ X-મોરિશિય્સ દ્વારા રૂ. 700 કરોડ, ટીપીજી ગ્રોથ IV SF PTE. દ્વારા રૂ. 700 કરોડ, (ધ ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર)ના શેર્સ ઓફર કરાશે. કંપની માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) માટે અને વાહનો માટે ધિરાણ કરે છે. 31 ડિસેમ્બર, 2023 સુધી કંપની 535 બ્રાન્ચ મારફત 11 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉપસ્થિત છે.
વ્હિકલ ફાઈનાન્સિંગ વર્ટિકલ અંતર્ગત કંપની યુઝ્ડ અને નવા કોમર્શિયલ વાહનો (મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહન સિવાય), કાર, ટ્રેક્ટર, અને નવા ટુ વ્હિલર્સ માટે સિક્યોર્ડ, ગ્રેન્યુલર અને રિટેલ લોન પોર્ટફોલિયો મારફત ધિરાણ પૂરુ પાડે છે. એમએસએમઈ લેન્ડિંગ વર્ટિકલ અંતર્ગત કંપની એમએસએમઈને બિઝનેસ માટે જરૂરી કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી પાડે છે. આ લોન એસેટ્સ દ્વારા સમર્થિત છે.
કંપની IPO મારફત ફ્રેશ ઈશ્યૂ દ્વારા એકત્રિત ફંડનો ઉપયોગ કંપનીની ભાવિ બિઝનેસ જરૂરિયાતોને પૂર્ણ કરવા જરૂરી મૂડી, જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા તેમજ ધિરાણમાં કરશે.
લીડ મેનેજર્સઃ કોટક મહિન્દ્રા કેપિટલ, જેફરીઝ ઈન્ડિયા, મોતિલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ, નોમુરા ફાઈનાન્સિયલ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)