SME IPO: S J Logisticsનો આઈપીઓ ખૂલ્યો, જાણો રોકાણ કરવા યોગ્ય છે કે નહિં
ઈશ્યૂ સાઈઝ | રૂ. 48 કરોડ |
પ્રાઈસ બેન્ડ | 121-125 |
લોટ સાઈઝ | 1000 શેર્સ |
લિસ્ટિંગ | NSE SME |
ગ્રે પ્રિમિયમ | રૂ. 100 |
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓની ભરમાર જારી છે. આજે વધુ એક એસએમઈ એસજે લોજિસ્ટિક્સ લિ.નો આઈપીઓ ખૂલ્યો છે. કંપની રૂ. 121-125ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 48 કરોડ એકત્ર કરવા માગે છે. રિટેલ રોકાણકારે 1000 શેર્સ માટે રૂ. 1.25 લાખનું રોકાણ કરવુ પડશે.
S J Logisticનો આઈપીઓ 12થી 14 ડિસેમ્બર સુધી યોજાશે. જેના શેર એલોટમેન્ટ 15 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 19 ડિસેમ્બરે થશે. કંપની એનએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવશે. ફ્રેશ ઈશ્યૂ મારફત 38.40 લાખ ઈક્વિટી શેર્સ વેચી ફંડ એકત્ર કરશે.
ગ્રે પ્રીમિયમઃ ગ્રે માર્કેટમાં એસજે લોજિસ્ટિક્સના આઈપીઓ માટે રૂ. 125ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 100 પ્રીમિયમ ચાલી રહ્યા છે. જે લિસ્ટિંગ 80 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ દર્શાવે છે. રિટેલ રોકાણકાર એક જ બીડ ભરી શકશે. જ્યારે એચએનઆઈએ લઘુત્તમ 2 બીડ માટે અરજી કરવી પડશે.
ઈશ્યૂ ખૂલતાની સાથે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ
ઈશ્યૂ આજે 10 વાગ્યે ખૂલતાની સાથે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 3.04 ગણી અરજી કરી છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 1.11 ગણા સાથે કુલ 1.76 ગણો ભરાયો છે.
કંપની વિશેઃ
થાણે સ્થિત ડિસેમ્બર 2003માં સ્થાપિત S J લોજિસ્ટિક્સ (ઇન્ડિયા) લિમિટેડ તેના ગ્રાહકોને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની નૂર ફોરવર્ડિંગ, કસ્ટમ્સ ક્લિયરન્સ અને ટ્રાન્સપોર્ટેશન હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2023માં, કંપનીએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુરોપ, ગલ્ફ, દક્ષિણપૂર્વ એશિયા, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિવિધ દેશોમાં 3,100 બીલ લેડીંગની પ્રક્રિયા કરી હતી. એસજે લોજિસ્ટિક્સે ઇક્વાડોર, બ્રાઝિલ, ચિલી, પેરુ, યુનાઇટેડ સ્ટેટ્સ, પેરાગ્વે, બોલિવિયા, હોંગકોંગ, ચીન, તાઇવાન, વિયેતનામ અને અન્ય દેશોમાં લોજિસ્ટિક્સ અને ફ્રેટ ફોરવર્ડિંગ માટે ભાગીદારો સાથે સહકારી કરારો પણ સ્થાપ્યા હતા. કંપનીની બે પેટાકંપનીઓ છે: SJA Logisol India Private Limited (SJALIPL) અને S. J. L. Group (Singapore) Pte. લિ.
ફંડામેન્ટલ્સઃ
વિગત | 2022-23 | 2021-22 | 2020-21 |
Revenue | 13,500.99 | 10,395.18 | 12,402.88 |
Profit After Tax | 761.56 | 172.99 | 82.99 |
Net Worth | 3,120.32 | – | – |
Total Borrowing | 3,356.00 | – | – |
એસ જે લોજિસ્ટિક્સ લિ.ની રેવન્યુ 2022-23માં 29.88 ટકા અને ચોખ્ખો નફો 340.23 ટકા વધ્યો છે. કંપનીનું કુલ દેવુ રૂ. 3356 કરોડ છે. પીઈ રેશિયો 14.14 છે. જે તેની લિસ્ટેડ હરીફ કંપનીઓની તુલનાએ ઓછો હોવાથી અર્નિંગની શક્યતા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)