SME IPO: WomenCartનો IPO પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, Arvind And Company અંતે 384.16 ગણો ભરાયો
આઈપીઓ સબ્સ્ક્રિપ્શ એટ અ ગ્લાન્સ
વિગત (x) | NII | રિટેલ | કુલ |
વુમનકાર્ટ | 1.63 | 7.97 | 4.80 |
અરવિંદ એન્ડ કંપની | 435.99 | 320.27 | 384.16 |
અમદાવાદ, 16 ઓક્ટોબર: આ સપ્તાહની શરૂઆત સાથે એસએમઈ સેગમેન્ટનો આઈપીઓ ખૂલ્યાંની થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ વુમનકાર્ટનો IPO પ્રથમ દિવસે જ કુલ 4.80 ગણો ભરાઈ ચૂક્યો હતો. જેમાં રિટેલ પોર્શન 7.97 ગણો અને NII 1.63 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
વુમનકાર્ટ આઈપીઓ હેઠળ રૂ. 86ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 9.56 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂ 18 ઓક્ટોબરે બંધ થશે. માર્કેટ લોટ 1600 શેર્સ છે. આઈપીઓના શેર એલોટમેન્ટ 23 ઓક્ટોબરે અને NSE ઇમર્જ પર લિસ્ટિંગ 27મી ઓક્ટોબરે થશે.
વુમનકાર્ટનો આઈપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 10ના પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ન્યૂ એજ ટેક્નોલોજીથી સજ્જ 2018માં સ્થપાપિત વુમનકાર્ટ વુમન અને મેન્સ બંને માટે સ્કીન-હેયર કેર અને બોડીકેર માટે બ્યુટી બ્રાન્ડ્સ અને વેલનેસ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ ઓફર કરે છે.
અરવિંદ એન્ડ કંપનીનો ઈશ્યૂ બંધ
અરવિંદ એન્ડ કંપનીનો રૂ. 14.74 કરોડનો IPO આજે કુલ 384.16 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. જેના માટે રિટેલ રોકાણકારોએ આ IPO માટે કુલ 320.27 ગણી બિડ લગાવી હતી. NII પોર્શ 435.99 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. અરવિંદ એન્ડ શિપિંગ એજન્સીના IPOના શેર એલોટમેન્ટ 19 ઓક્ટોબરે અને લિસ્ટિંગ 25 ઓક્ટોબરે થશે.
ગ્રે માર્કેટમાં આ IPO માટે તેની ઇશ્યૂ કિંમત રૂ. રૂ. 45ની સામે રૂ. 17 (38 ટકા) નું પ્રીમિયમ જોવા મળ્યું છે. સપ્ટેમ્બર 1987માં સ્થપાયેલી અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સી, જામનગર, ગુજરાત ખાતે આવેલી છે. કંપની વહન અને ફોરવર્ડિંગ એજન્ટોના વ્યવસાયમાં છે. કંપની કાર્ગો બાર્જ, ફ્લેટ ટોપ બાર્જ, ક્રેન માઉન્ટેડ બાર્જ, હોપર બાર્જ, સ્પીડ બાર્જ અને કાર્ગો માટે ટગ જેવા જહાજોમાં સોદો કરે છે.