Soft Bankએ Paytmમાં 2.17%થી વધુ હિસ્સો વેચ્યો, શેર 5 લોઅર સર્કિટ સાથે સ્થિર
અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ સોફ્ટ બેન્કે ગત મહિને ઓપન માર્કેટમાં પેટીએમના લગભગ 13.7 મિલિયન શેર્સ વેચ્યા છે. ફિનટેક મેજર નિયમનકારી કટોકટીનો સામનો કરી રહ્યું છે. પરિણામે શેરના ભાવમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે.
સોફ્ટબેન્કે પેટીએમમાંથી 2.17 ટકાથી વધુ શેર વેચ્યા બાદ Paytmના પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સમાં જાપાની રોકાણકારનો હિસ્સો ઘટીને 2.83 ટકા થયો છે.
સોફ્ટબેન્કે જણાવ્યું હતું કે, “SVF ઇન્ડિયા હોલ્ડિંગ્સ (કેમેન) લિમિટેડે હાથ ધરાયેલા વેચાણની શ્રેણીમાં One97 કોમ્યુનિકેશન લિમિટેડના કુલ 13,784,787 ઇક્વિટી શેરો વેચી દીધા છે. સેબી ટેકઓવર રેગ્યુલેશનના રેગ્યુલેશન 29 (2) માં નિર્દિષ્ટ થ્રેશોલ્ડ હેઠળ કંપનીમાં હિસ્સો 26 ફેબ્રુઆરી, 2019-20ના રોજ હળવો કરવામાં આવ્યો હતો.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોફ્ટબેન્ક તેના પેટીએમ રોકાણ પર નજીવો ચોખ્ખો નફો મેળવવાનું વિચારી રહી હતી, પરંતુ આરબીઆઈની કાર્યવાહીને કારણે શેરના ભાવમાં ઘટાડો થવાથી એવી સ્થિતિ સર્જાઈ છે કે જાપાની રોકાણકાર હવે $100-150ની ખોટ જોઈ રહ્યા છે.
સોફ્ટબેન્કે અગાઉ 19 ડિસેમ્બર,2023 અને 20 જાન્યુઆરી,2024 વચ્ચે લગભગ રૂ. 950 કરોડમાં 12,706,807 ઇક્વિટી શેર વેચ્યા હતા. જે અગાઉના 7 ટકાથી લગભગ 5.01 ટકા હિસ્સો ઘટાડ્યો હતો.
31 જાન્યુઆરીના રોજ પેમેન્ટ પેમેન્ટ્સ બેન્ક પર આરબીઆઈના ક્રેકડાઉન પછી પેટીએમના શેરે ધબડકો લીધો હતો. કેટલાક સેશન માટે બેક-ટુ-બેક 5 ટકા અપર સર્કિટને હિટ કરીને થોડી રિકવરી કરતા પહેલા તે લગભગ 60 ટકા ઘટ્યો હતો.
ગુરુવારે, પેટીએમના શેર સતત ત્રીજા સેશન માટે રેડ ઝોનમાં ટ્રેડ કરવાનું ચાલુ રાખ્યું હતું. સવારે 9:30 વાગ્યે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ફિનટેક સ્ટોક 5 ટકા નીચલી સર્કિટ પર રૂ. 385.90 પર સ્થિર થયો હતો.