SOLARWORLD ENERGY SOLUTIONS LIMITED એ IPO માટે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ક્રિસિલ મૂજબ નાણાકીય વર્ષ 2024 માટે ઇપીસી બિઝનેસમાંથી આવકની દ્રષ્ટિએ સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (“EPC”)સર્વિસિસમાં વિશેષતા ધરાવતી ભારતની અગ્રણી સોલર એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 6000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમત) ઇશ્યૂ કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.આ ઓફરમાં રૂ. 5500 મિલિયન (રૂ. 550 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 500 મિલિયન (રૂ. 50 કરોડ)ની ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ”) સામેલ છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ કરાશે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)