GJEPCના આર્ટિસન જ્વેલરી ડિઝાઇન એવોર્ડ્સની ઉજવણી અને ડિઝાઇન તથા ક્રાફ્ટમેનશીપનું સન્માન
અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજીત તથા જીઆઈએ દ્વારા સંચાલિત આર્ટીસન જ્વેલરી ડિઝાઈન એવૉર્ડ્સની 7મી એડિશને ડિઝાઈનર્સને તેમની જ્વેલરી ડિઝાઈન્સમાં અસામાન્ય મટેરિયલ્સ તથા ચેરિશ્ડ એટલે કે પોષિત વસ્તુઓને સામેલ કરી વણખેડાયેલ ક્ષેત્રોમાં કામગીરી વિસ્તારવાની અનેરી તક સાથે ઝંપલાવવાનો પડકાર કર્યો છે. જેથી કરી આ ક્ષેત્રમાં એક અસાધારણ ઓળખનું સર્જન કરી શકાય. અભિનેત્રી સોનમ કપૂર આર્ટીસન જ્વેલરી ડિઝાઈન એવોર્ડની ભવ્ય 7મી એડિશનમાં ઉપસ્થિત રહી હતી અને વિજેતાઓને એવૉર્ડ્સ આપી સન્માનિત કર્યાં હતા. વિપુલ શાહ (ચેરમેન, GJEPC), કિરીટ ભણસાલી (વાઈસ ચેરમેન, GJEPC); શ્રીરામ નટરાજન (મેનેજીંગ ડિરેક્ટ, જીઆઈએ ઈન્ડિયા); મિલન ચોક્સી (કન્વેનિયર, પ્રમોશન્સ એન્ડ માર્કેટીંગ, GJEPC); સબ્યસાચી રે (એક્ટિક્યુટીવ ડિરેક્ટર, GJEPC)એ વિજેતા એવા 6 આર્ટીસ્ટને એવૉર્ડ્સ આપી સન્માનિત કર્યાં હતા. આ વર્ષે આર્ટીસન જ્વેલરી ડિઝાઈંગ એવૉર્ડ માટે બે બિનપરંપરાગત થીમ્સ- ‘ઓબ્જેટ ટ્રોવ’ (ફાઉન્ડ ઓબ્જેક્ટ્સ) અને ‘અનયુઝયલ મટેરિટલ્સ’ હતી.
વિજેતાઓની યાદી
આસામાન્ય મટેરિયલ્સઃ વિજેતા-કફલિંક્સ અર્પણા કેસરકર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને લક્ષ્મી દીયા જ્વેલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત છે.; બ્રેસલેટ ફર્સ્ટ રનર અપ -અહલ્યા વિજયકુમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને વીબીજે દ્વારા ઉત્પાદિત છે; સેકન્ડ રનર-અપ -ઈયરરિંગ્સ દિપાલી ઘાડીગાંવકર દ્વારા ડિઝાઈન કરાયેલ છે અને કેપી સંઘવી જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિક છે.
ઓબજેટ ટ્રાઉવે: વિજેતા- ઈયરરિંગ્સને યામિની દેવાશ્રી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને વીબીજે દ્વારા ઉત્પાદિક છે; ફર્સ્ટ રનર અપ-હેરસ્ટીકને રશ્મિ કૌશિક દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને કિરણ જ્વેલ્સ દ્વારા ઉત્પાદિક છે; સેકન્ડ રનર અપ- ઈયરરિંગ્સને વિજય ઈન્દુલકર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને વોકિંગ ટ્રી વેન્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત છે.
કાર્યક્રમ દરમિયાન GJEPC દ્વારા જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાનને ડિઝાઈન એક્સેલેન્સ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સ્ટુડિયો રેનના ક્રિએટીવ હેડ અને સહ-સંસ્થાપક રાહુલ ઝવેરીને પ્રતિષ્ઠિત ગ્લોબલ ઈન્ડિયન જ્વેલરી ડિઝાઈનર એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈન્ટરઝેમ એક્સપોર્ટ્સ (વાયએસ18)ને ક્વૉલિટી અને ઈનોવેશન પ્રત્યે પોતાની કટિબદ્ધતાને દર્શાવી મેન્યુફેક્ચરિંગ એક્સેલેન્સ એવૉર્ડના ગૌરવશાળી પ્રાપ્તકર્તા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે બિર્ધીચંદ ઘનશ્યામદાસ જ્વેલર્સને તેમના અસાધારણ માપદંડો તથા ગ્રાહક સેવા માટે રિટેલ એક્સેલેન્સ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)