મુંબઇ: ભારતની અગ્રણી ગ્રામીણ ફિનટેક કંપની સ્પાઇસ મની (ડિજિસ્પાઇસ ટેકનોલોજીસની પેટાકંપની)એ બે લાખથી વધુ ગામડાંમાં 19 લાખ પાન કાર્ડ્સ અને 1.5 લાખ ઉદ્યમ આધાર કાર્ડ્સ જારી કર્યા છે. ઊભરી રહેલા નાના અને મધ્યમ એકમો (MSME)ને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાથ ધરેલી કેટલીક પહેલોમાં ઉદ્યમનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા પ્રસિધ્ધ લેટેસ્ટ ડેટા પ્રમાણે ઉદ્યમ પ્લેટફોર્મ હેઠળ એક કરોડ એમએસએમઇ નોંઘાયેલા છે અને તે 7.6 કરોડ લોકોને રોજગારી આપે છે, જેમાંથી 1.7 કરોડ મહિલાઓ છે. સ્પાઇસ મનીએ ઓગસ્ટ 2022થી ડિસેમ્બર 2022 સુધીમાં 1.5 લાખથી વધુ ઉદ્યમ આધાર જારી કરીને આ પહેલમાં મદદ કરી છે.

ભારત 139 કરોડ લોકોની વસતિ ધરાવતો દેશ છે, જેમાંથી માત્ર 43.34 કરોડ પર્મનન્ટ એકાઉન્ટ (PANs) નંબર જ આધાર સાથે લિન્ક કરવામાં આવ્યા છે, એમ નાણા મંત્રાલયના ડેટા જણાવે છે. સ્પાઇસ મની તેનાં 11 લાખથી વધુ અધિકારી નેટવર્ક દ્વારા ગ્રામીણ લોકોને તેનાં લોકલ સ્માર્ટ બેન્કિંગ પોઇન્ટ્સ ખાતેથી પાન કાર્ડ માટે અરજી કરવામાં મદદ કરે છે અને જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2022 સુધીમાં 19 લાખથી વધુ પાન કાર્ડ જારી કર્યા હોવાનું સ્પાઇસ મનીના સહ-સ્થાપક અને સીઇઓ સંજીવ કુમારે જણાવ્યું હતું.