સ્પાઇસ જેટે જૂન-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ વધી રૂ. 789 કરોડ નોંધાવી છે. માર્ચ-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 458 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીએ આગલાં નાણાકીય વર્ષ-22 માટે ચોખ્ખી ખોટ રૂ. 1725 કરોડ નોંધાવી છે. જે આગલાં વર્ષની સરખામણીએ 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. દરમિયાનમાં કંપનીના ફાઇનાન્સિયલ ઓફીસર (સીએફઓ) સંજીવ તનરેજાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે.

સ્પાઇસજેટની ખોટ એક નજરે

વર્ષરૂ. કરોડ
2019316
2020934
2021998
20221725
Q-1-23789