ગુજરાતમાં રિટેલ વિસ્તરણ માટે લક્ઝરી ફર્નિચર નિર્માતાની શિવાલિક ગ્રૂપ સાથે ભાગીદારી

અમદાવાદ, 15 જુલાઇઃ ભારતમાં સંપૂર્ણપણે એકીકૃત લક્ઝરી ફર્નિચર નિર્માતા અને રિટેઇલર સ્ટેનલી લાઇફસ્ટાઇલે  અમદાવાદમાં તેનો ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો હતો. જૂનમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલના સફળ આઇપીઓ બાદ આ પ્રથમ સ્ટોર છે તથા અમદાવાદમાં તેનો બીજો સ્ટોર છે, જે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપ સાથેની ભાગીદારીમાં લોંચ કરાયો છે.

સ્ટેનલી લેવલ નેક્સ્ટનો ઉદ્દેશ્ય અલ્ટ્રા-લક્ઝરી હોમ સોલ્યુશન્સ ઇચ્છતા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. સિંધુ ભવન રોડ સ્થિત આ સ્ટોરમાં ટોપ-ટિયર સોફા, વોર્ડરોબ, બેડ, મેટ્રેસ, કેબિનેટ વગેરેનું વિશાળ કલેક્શન પ્રદર્શિત કરાયું છે, જે ગ્રાહકોને હાઇ-એન્ડ હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી અને સંપૂર્ણ હોમ સોલ્યુશન્સ ઓફર કરે છે. આ સ્ટોરમાં મુલાકાતીઓ ઉત્તમ કારીગરી, ઇનોવેશન અને ડિઝાઇનનો અનુભવ કરી શકે છે.

અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોરના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં સ્ટેનલી લાઇફસ્ટાઇલના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ સુરેશે જણાવ્યું હતું કે, સ્ટેનલી બ્રાન્ડ અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સ્વદેશી નિર્મિત પ્રોડક્ટ્સ પૂરી પાડવાનો અમારો મજબૂત ટ્રેક રેકોર્ડ અમદાવાદ માર્કેટમાં અમને વિશિષ્ટ ઉપસ્થિતિ પ્રદાન કરે છે. શિવાલિક ગ્રૂપ સાથેનો અમારો સહયોગ બે પાવરહાઉસને એકીકૃત કરે છે તથા આ સિનર્જી ગુજરાતમાં લક્ઝરી હોમ સોલ્યુશન્સને પુનઃવ્યાખ્યાયિત કરશે.

શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં લક્ઝરી બ્રાન્ડ સ્ટેનલી લાઇફસ્ટાઇલનો ફ્લેગશીપ સ્ટોર સ્ટેનલી નેક્સ્ટ લેવલ શરૂ કરતાં ગર્વ કરીએ છીએ. આ સમગ્ર રાજ્યમાં સૌથી પ્રીમિયમ અને હાઇ-એન્ડ લક્ઝરી ફર્નિચર સ્ટોર છે. ગત વર્ષે અમે અમદાવાદમાં લોંચ કરેલા પ્રથમ સ્ટેનલી સ્ટોરને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી અમે ફ્લેગશીપ સ્ટોર લોંચ કરવા માટે પ્રેરિત થયાં છીએ. આ નવો સ્ટોર સ્ટેનલી લાઇફસ્ટાઇલના નામ મૂજબ અલ્ટ્રા-લક્ઝરી હોમ સોલ્યુશન્સનું વિશાળ કલેક્શન ઓફર કરે છે.

શિવાલિક ગ્રૂપ ગુજરાતમાં મહાત્વાકાંક્ષી વિસ્તરણ યોજના ધરાવે છે તથા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરામાં આગામી મહિનાઓમાં વધુ સ્ટેનલી લાઇફસ્ટાઇલના સ્ટોર્સ શરૂ કરવાનો ઉદ્દેશ્ય છે.સ્ટેનલી લાઇફસ્ટાઇલ બેંગ્લોર, ચેન્નઇ, નવી દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 21 શહેરોમાં 61 નેટવર્ક સ્ટોર્સ દ્વારા ઉપસ્થિતિ ધરાવે છે અને તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. 

કંપની ત્રણ ફોર્મેટમાં કાર્યરત છેઃ ‘સ્ટેનલી લેવલ નેક્સ્ટ’, જે અલ્ટ્રા-લક્ઝરી હોમ સોલ્યુશન પ્રાઇઝ પોઇન્ટ્સમાં ગ્રાહકોને ટાર્ગેટ કરે છે. ‘સ્ટેનલી બુટિક’  લક્ઝરી કેટેગરીને સેવા આપે છે તેમજ ‘સોફા એન્ડ મોર બાય સ્ટેનલી’નો ઉદ્દેશ્ય સુપર-પ્રીમિયમ સેગમેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે.

શિવાલિક ગ્રપે 80થી વધુ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે

શિવાલિક ગ્રૂપ અગ્રણી રિયલ એસ્ટેટ કંપની છે, જેણે અમદાવાદમાં 200 મિલિયન ચોરસફૂટથી વધુ વિસ્તારમાં 80થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઓફિસ સ્પેસ પ્રોજેક્ટ્સ કર્યાં છે. ઇનોવેશન, ક્વોલિટી અને લક્ઝરી પ્રત્યેની કટીબદ્ધતા તેમજ 25 વર્ષથી વધુના અનુભવ સાથે શિવાલિક  ગ્રૂપ અમદાવાદની સ્કાયલાઇનને નવો આકાર આપી રહ્યું છે તેમજ અર્બન લિવિંગ અને વર્કપ્લેસને પુનઃવ્યાખ્યાયિત કરતાં પ્રોજેક્ટ્સ ડિલિવર કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)