સ્ટેનલી લાઇફસ્ટાઇલનો IPO 21 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 351-369
ઇશ્યૂ ખૂલશે | 21 જૂન |
ઇશ્યૂ બંધ થશે | 25 જૂન |
ફેસવેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.351-369 |
લોટ સાઇઝ | 40 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 14,553,508 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | ₹537.02 Cr |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
Businessgujarat.in rating | 7/10 |
અમદાવાદ, 17 જૂન: બેંગલુરુ સ્થિત, દેશની સૌથી મોટી સુપર-પ્રીમિયમ અને લક્ઝરી ફર્નિચર બ્રાન્ડ, સ્ટેનલી લાઇફસ્ટાઇલ લિમિટેડે તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ની જાહેરાત કરી છે. રૂ. 2 ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 351 થી રૂ. 369 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઑફર”) શુક્રવારે (21 જૂન 2024) સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવારે (25 જૂન 2024) બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 40 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં.IPOમાં રૂ. 200 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર તરફથી 9.13 મિલિયન ઈક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસઃ
31 ડિસેમ્બર, 2023 સુધી, કંપનીએ તેના ગ્રાહકોને 10 વિવિધ પ્રકારો અને ચામડા અને ફેબ્રિકના 300 થી વધુ રંગોના વિકલ્પો સાથે બહુવિધ કેટલોગ, ડિઝાઇન, રૂપરેખાંકનો અને SKU માં ઉત્પાદનો પસંદ કરવાની તક પૂરી પાડી છે. FY2022 માટે ભારતમાં હોમ ફર્નિચર સેગમેન્ટમાં આવકની દ્રષ્ટિએ સ્ટેનલી ચોથા ક્રમે છે અને સુપર-પ્રીમિયમ અને લક્ઝરી ફર્નિચર સેગમેન્ટમાં પ્રવેશ કરનારી પ્રથમ ભારતીય કંપનીઓમાંની એક છે. તે તેની બહુવિધ બ્રાન્ડ્સ દ્વારા સુપર-પ્રીમિયમ, લક્ઝરી અને અલ્ટ્રા-લક્ઝરી સહિતની બહુવિધ કિંમતની શ્રેણીઓમાં સંચાલન કરતી કેટલીક ભારતીય કંપનીઓમાંની એક છે. કંપની ઈલેક્ટ્રોનિક સિટી અને બોમ્માસન્દ્ર જિગાની લિંક રોડ, બેંગલુરુ, કર્ણાટક ખાતે સ્થિત બે ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે. તેની ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ કુશળતા અને તેનું રિટેલિંગ મોડલ તેને તેના ભારતીય અને વિદેશી સ્પર્ધકોથી અલગ પાડે છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, તે 38 કંપની-માલિકીના અને કંપની સંચાલિત અથવા COCO સ્ટોર્સનું સંચાલન કરે છે, જે બધા બેંગલુરુ, ચેન્નાઈ, નવી દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા મોટા મેટ્રો શહેરોમાં સ્થિત છે. વધુમાં, તેની પાસે ભારતના નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 11 શહેરોમાં 21 ફ્રેન્ચાઈઝી-માલિકી અને ફ્રેન્ચાઈઝી સંચાલિત અથવા FOFO સ્ટોર્સ છે.
લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ, JM ફાઈનાન્શિયલ અને SBI કેપિટલ માર્કેટ્સ
લિસ્ટિંગઃ ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
ગાળો | Dec23 | Mar23 | Mar22 | Mar21 |
એસેટ્સ | 581.54 | 458.19 | 422.15 | 346.52 |
આવકો | 322.29 | 425.62 | 297.76 | 201.71 |
ચોખ્ખો નફો | 18.70 | 34.98 | 23.22 | 1.92 |
રિઝર્વ્સ | 225.83 | 207.88 | 191.31 | 174.96 |
દેવાઓ | 30.90 | 9.37 | 6.09 | 0.25 |
businessgujarat.inની નજરે આઇપીઓઃ સુપર-પ્રીમિયમ અને લક્ઝરી ફર્નિચર સેગમેન્ટમાં પ્રવેશ કરનારી પ્રથમ ભારતીય કંપનીઓમાંની એક છે. નાણાકીય કામગીરી તેમજ સેગમેન્ટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને રોકાણકારો મધ્યમથી લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી વિચારી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)