મુંબઈ, 29 જુલાઈ: નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હોમ ફાઇનાન્સ કંપની તથા બીએસઈ લિસ્ટેડ સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip code BOM: 539017) રિટેલ હોમ ફાઇનાન્સ ક્ષેત્રે તેનો વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે અને 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ આપ્યું છે.

એયુએમ વાર્ષિક ધોરણે 73.55 ટકા વધીને રૂ. 471.41 કરોડ થઈ. કંપનીએ ત્રિમાસિક ગાળામાં રૂ. 61.23 કરોડનું વિતરણ કર્યું. આવકમાં વૃદ્ધિઃ વિતરણમાં મજબૂત પ્રગતિ સાથે વ્યાજની આવકમાં વાર્ષિક ધોરણે 61.43 ટકાનો વધારો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (એનઆઈએમ) 7.04 ટકા રહ્યું એસેટ ક્વોલિટી યથાવત રહીઃ 30 જૂન, 2024ના રોજ પીએઆર (શૂન્ય દિવસથી વધુ અગાઉની બાકી) 3.38 ટકા રહી જે પૈકી જીએનપીએ 1.57 ટકાએ તથા એનએનપીએ 1.12 ટકાએ રહી કરવેરા પૂર્વેના નફામાં વાર્ષિક ધોરણે 87.98 ટકા વૃદ્ધિ નોંધાવી છે. સ્ટાર એચએફએલ લોન બુકમાં વૃદ્ધિ માટે બેંકો અને એફઆઈ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. 6 બેંકો અને 11 એફઆઈ સાથે હાલનું ઋણ રૂ. 335.35 કરોડે રહ્યું છે. હાલ રહેલી જવાબદારીઓ મજબૂત છે અને નાણાંકીય વર્ષ માટે બિઝનેસ પ્લાન મુજબ તેનું આયોજન થયેલું છે. શેરદીઠ 5 પૈસાથી ડિવિડન્ડ ચૂકવણીમાં 50 ટકા વધારો કરીને હવે શેરદીઠ 7.5 પૈસા કર્યું છે જે આગામી એજીએમમાં શેરધારકોની મંજૂરીને આધીન છે.

આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કામગીરી અંગે સ્ટાર એચએફએલના સીઈઓ કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે અમે હવે રૂ. 500 કરોડની એયુએમની સિદ્ધિ હાંસલ કરવાની નજીક છીએ અને આગામી થોડા ત્રિમાસિક ગાળામાં રૂ. 1000 કરોડની એયુએમની આગામી છલાંગ લગાવવા માટે તૈયાર છીએ. બ્રાન્ચ નેટવર્ક હવે 280થી વધુ કર્મચારીઓની સ્ટાફ સંખ્યા સાથે 34 સ્થળો પર મલ્ટી-સ્પેસ સાથે વૈવિધ્યસભર છે અને હાલના તથા નવા ભૌગોલિક વિસ્તારોમાં 50થી વધુ સ્થાનો સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે. અમે આગામી થોડા ત્રિમાસિક ગાળામાં હાંસલ કરવા માટે માસિક રૂ. 50 કરોડ સ્થિર માસિક વિતરણના લક્ષ્યને રાખીને, વર્ષ દરમિયાન શાખાના વિસ્તરણમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)