અમદાવાદ, 1 ઓક્ટોબરઃ સ્ટરલાઇટ ઇલેક્ટ્રિક લિમિટેડે આઈપીઓ માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

કંપનીના પ્રમોટર્સ અનિલ અગ્રવાલ અને ટ્વિન સ્ટાર ઓવરસીઝ લિમિટેડ છે જેઓ પોતે પણ અન્ય શેરધારકોની સાથે આ ઓફરમાં ભાગ લેશે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપનીઓ દ્વારા મેળવાયેલા દેવાની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે કરવા, મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના છે.

નાણાંકીય વર્ષ 2025માં કંપની મૂલ્યની દ્રષ્ટિએ ભારતીય પાવર કંડક્ટર બજારમાં 15 ટકા હિસ્સો ધરાવતી હતી અને મૂલ્યની દ્રષ્ટિએ પણ ભારતમાં ઉચ્ચ ક્ષમતા અને AL59 કંડક્ટર બજારમાં 25-28 ટકાનો હિસ્સો ધરાવતી હતી.

કંપનીએ 1 એપ્રિલ, 2022થી 31 માર્ચ, 2025 દરમિયાન અમેરિકા, બ્રાઝિલ, સ્વીડન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, યુએઈ, ચિલી અને પેરૂ સહિતના 70થી વધુ દેશોમાં ગ્રાહકોને સેવાઓ આપી હતી.

નાણાંકીય વર્ષ 2025, 2024 અને 2023માં અનુક્રમે રૂ. 10,007.07 મિલિયન, રૂ. 16,576.49 અને રૂ. 11,800.53 મિલિયન રહી હતી.  31 માર્ચ, 2025 સુધીમાં કંપનીની વાર્ષિક સ્થાપિત ક્ષમતા ઓવરહેડ કંડક્ટર માટે 1,17,195.60 મેટ્રિક ટન, પાવર કેબલ માટે 2,400 કિલોમીટર અને ઓપીજીડબ્લ્યુ માટે 21,000 કિલોમીટર હતી.

DRHPમાં ઉલ્લેખ કરાયેલા ક્રિસિલ રિપોર્ટ મુજબ, ભારતના ટ્રાન્સમિશન સેક્ટરમાં 2030 સુધીમાં 500 ગિગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાને એકીકૃત કરવા માટે નોંધપાત્ર વિસ્તરણ થાય તેવી અપેક્ષા છે, જેમાંથી 280 ગિગાવોટ સૌર ઊર્જા અને 140 ગિગાવોટ પવન ઊર્જામાંથી મળે તેવી ધારણા છે. આ માટે ઉત્પાદન કેન્દ્રોથી માંગ કેન્દ્રો સુધી નવીનીકરણીય ઊર્જાને ખસેડવા માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ્સમાં નોંધપાત્ર રોકાણની જરૂર પડશે.

પાવર કેબલ ઉદ્યોગ નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2029 વચ્ચે 11-13 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ પામે તેવો અંદાજ છે, જે ટ્રાન્સમિશન અને વિતરણ, નવીનીકરણીય એકીકરણ અને શહેરી માળખાગત વિકાસમાં વધતા રોકાણોને કારણે છે. સ્કેલ, ટેકનોલોજી નેતૃત્વ અને અમલીકરણ ક્ષમતાઓ ધરાવતા સ્ટરલાઇટ ઇલેક્ટ્રિક જેવી મોટા ઇન્ટિગ્રેટેડ કંપનીઓને આ માળખાગત સાનુકૂળ પરિસ્થિતિઓથી અપ્રમાણસર લાભ થવાની અપેક્ષા છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ્ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)