• સેન્સેક્સ પેકની 20 સ્ક્રીપ્સમાં સુધારા સામે 10 સ્ક્રીપ્સમાં ઘટાડો
  • કુલ ટ્રેડેડ 3664 પૈકી 1177 સ્ક્રીપ્સમાં સુધારો, 2334માં ઘટાડો
  • 21 સ્ક્રીપ્સમાં તેજીની અને 5 સ્ક્રીપ્સમા મંદીની સર્કીટ નોંધાઇ
  • 161 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચની અને 87 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ

ભારતીય શેરબજારોમાં નાણાકીય વર્ષ 2021-22 સમાપ્તિ તરફ ધસી રહ્યું છે. તેમ તેમ માર્કેટના ખેલાડીઓમાં સેન્સેક્સ, નિફ્ટી તેમજ વિવિધ સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક ગતિવિધિઓ ઉપર નજર વધી રહી છે. સેન્સેક્સ આજે 231.29 પોઇન્ટની રાહત રેલી સાથે 57593.49 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 તેની 17200 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી બંધ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપની સાધારણ નબળાઇની સાથે સાથે હેલ્થકેર, આઇટી સેક્ટરમાં પણ ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ, રિયાલ્ટી તેમજ એનર્જી સેક્ટર્સમાં સુધારાની ચાલ હતી. નિફ્ટી 17200 પોઇન્ટ અને સેન્સેક્સ 57,600 પોઇન્ટની નજીક બંધ રહ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકા ઘટીને 23,695.92 પોઇન્ટ જ્યારે બીએસઈ સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા ઘટાડાની સાથે 27,653.23 પોઇન્ટે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ- નિફ્ટીની સોમવારની ચાલ એક નજરે

વિગત          સેન્સેક્સ         નિફ્ટી

શુક્રવારે         57362.20     17153.00

આજે ખુલી      57472.72     17181.85

આજે વધી      57638.34     17235.10

આજે ઘટી      56825.09     17003.90

આજે બંધ       57593.49     17222.00

આજે સુધારો    231.39        69.00

માર્કેટ લિડર્સમાં સુધારોઃ રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ, આઈટીસી અને એક્સિસ બેન્ક 2.05-1.01 ટકા સુધી વધીને બંધ રહ્યા હતા.

માર્કેટ લિડર્સમાં ઘટાડોઃ એચડીએફસી, નેસ્લે, એચસીએલ ટેક, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ અને એચડીએફસી લાઈફ 1.34-1.51 ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.

મિડકેપ શેરોમાં સુધારો અદાણી પાવર, ક્રિસિલ, બેયર કૉર્પસાઈન્સ, મોતિલાલ ઓસવાલ અને ઑબરોય રિયલ્ટી 2.41-6.11 ટકા સુધી વધ્યા હતા.

મિડકેપ શેરોમાં ઘટ્યાઃ કંટેનર કૉર્પ, મેક્સ ફાઈનાન્શિયલ, બીએચઈએલ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક 3.51-5.6 ટકા સુધી ઘટ્યા હતા.

સ્મૉલકેપ શેરોમાં સુધારોઃ સિમેક, સુપ્રિમ પેટ્રો, લેમન ટ્રી હોટલ, આઈનોક્સ લિઝર અને થિરૂમલાઈ કેમિકલ 10.77-14.54 ટકા સુધી સુધર્યા હતા.

સ્મૉલકેપ શેરોમાં ઘટાડોઃ વલિન્ટ ઑર્ગેનિક, રિલાયન્સ ઈન્ફ્રા, ફ્યુચર લાઈફ અને સદભાવ એન્જિનયર 7.72-9.13 ટકા સુધી ઘટ્યા હતા.