Stock To Buy: NTPC, NHPC, M&M, BEL સહિતના શેરો નીચા મથાળેથી ખરીદવા સલાહ આપી રહ્યા છે બ્રોકરેજ હાઉસ
અમદાવાદ, 23 માર્ચઃ શેરબજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ હવે પાછી ખરીદી વધી રહી છે. કુશળ રોકાણકારો નીચા ભાવે શેરમાં ખરીદવાની તક ઝડપી રહ્યા છે, ત્યારે બ્રોકરેજ હાઉસ વર્તમાન લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખતાં અમુક શેરો પર નજર રાખવા અને નીચા મથાળેથી ખરીદી કરવા સલાહ આપી રહ્યા છે. જે મધ્યમથી લાંબા ગાળામા જંગી રિટર્ન આપી શકે છે.
નિષ્ણાતોના મતે ચૂંટણી પૂર્વે સર્વેના પરિણામોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની અપેક્ષિત જીત જોવા મળી છે. જેને અનુસરતાં નિષ્ણાતોએ BEL, NTPC, NHPC, M&M, Maruti Suzuki, ONGC, Hindustan Aeronautics Ltd or HAL, ICICI Bank, Axis Bank, State Bank of India (SBI), and Canara Bank સહિતના શેરો ધ્યાનમાં રાખવા સલાહ આપી છે.
મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ઓઈલ, પાવર અને રિન્યુએબલ એનર્જી, PSU, ઓટો અને બેંકિંગ શેરો તરફ ધ્યાન આપી શકે છે. Pace 360ના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને કો-ફાઉન્ડર અમિત ગોયલના મતે, માર્કેટ એનડીએની જીતની અપેક્ષા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું છે. ચૂંટણી બાદ શેરોમાં તેજી જોવા મળવાની પૂરતી સંભાવના છે. સ્થિર સરકારનો લાભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરને મળશે.
એસએમસી ગ્લોબલ સિક્યુરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ સૌરભ જૈને પીએસયુ, બેન્કિંગ અને ઓટો સેગમેન્ટ પર ફોકસ રાખતાં જણાવ્યું હતું કે, જો લોકસભા ચૂંટણીના પરિણામ ધાર્યા અનુસાર આવ્યા તો સરકારની નીતિઓ જારી રહેશે. પરિણામે ઓટો, ઓઈલ, પાવર અને બેન્કિંગ શેરોમાં આકર્ષક તેજી જોવા મળી શકે છે. આ સેક્ટરના શેરોની લાંબાગાળાના દ્રષ્ટિકોણ સાથે ખરીદી કરી શકાય.
અમિત ગોયલે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ., એનટીપીસી, એનએચપીસી શેરોની નીચા મથાળેથી ખરીદી કરવા સલાહ આપી છે.
Basav કેપિટલના ફાઉન્ડર સંદીપ પાન્ડેએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ફુગાવાને નિયંત્રણમાં રાખવા સફળ રહી છે. તેમજ ઊંચા વ્યાજ દરના શાસનને પગલે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) યુએસ ફેડની બેઠક પછી વ્યાજ દરમાં ઘટાડા માટે સમયરેખા જાહેર કરી શકે છે. તે કિસ્સામાં, બેન્કો પાસે ધિરાણ વ્યવસાય માટે વધુ નાણાં હોવાની અપેક્ષા છે, અને લોકસભાની ચૂંટણી પછી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાયદો થવાની અપેક્ષા છે. તે કિસ્સામાં, મજબૂત CASA ધરાવતી ભારતીય બેન્કો મજબૂત ત્રિમાસિક આંકડાઓ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. તેથી, કોઈ પીએસયુ બેન્ક સેગમેન્ટમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેન્ક ખરીદી શકે છે જ્યારે તેઓ ખાનગીમાં SBI અને એક્સિસ બેન્કના શેર ખરીદવા પર ધ્યાન આપી શકે છે. ONGC અને HALના શેર ખરીદવા તરફ ધ્યાન આપી શકે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)ના શેરોમાં પણ ખરીદી વધારી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)