બજારમાં હોળી પૂરીઃ સપોર્ટ ન તૂટે ત્યાં સુધી રોકાણો જાળવવા નિષ્ણાતોની સલાહ
રશિયા-યુક્રેનની હોળી-ધૂળેટી આપણા રંગોત્સવ સાથે જ પતી ગઇ હોય તો હવે પાછું બજાર મૂળ રંગમાં આવી જવાના સંકેતો એફઆઇઆઇની શરૂ થયેલી ખરીદી પરથી મળે છે. પરિણામે હવે ઉછાળે વેચતા જવાના વ્યૂહના સ્થાને ટ્રેન્ડલાઇનો કે એવરેજો કે હૈકિન આશી કેન્ડલ્સના રંગ આધારિત ટેકા તૂટે નહીં ત્યાં સુધી રોકાણો જાળવી રાખવાનું વધારે ઉચિત જણાશે.
બેન્ક નિફ્ટીઃ 8મી માર્ચ 2022ના રોજ 32155.35નું તળિયુ બનાવ્યું અને તે પછીના 15-03-22ના 34706.05ના બોટમને જોડીને બનેલી વેરી શોર્ટ ટર્મ ટ્રેન્ડલાઇનના લેવલ આગામી 5 દિવસ માટે અનુક્રમે 36236, 36746, 37256, 37766 અને 38277ના સ્તરે હશે. આ લેવલો તોડે તો 32-34 હજારની રેન્જમાં લીધેલા બેંકીંગ-ફાઇનાન્સના શેરોમાં શોર્ટ ટર્મ પ્રોફીટ બુક કરી લેવો. ઉપરાંત 38-39 હજારની રેન્જમાં આવા શેરોમાં કરેલા રોકાણોમાં ભાવોભાવ છૂટવા મળતું હોય તો પણ છૂટવાની કોશીષ કરવી. આ તમામ લેવલો બેન્ક નિફ્ટી કેશના ચાર્ટના હિસાબે છે તેમનો વાયદામાં ઉપયોગ કરવો હોય તો સપ્રમાણ વધઘટ કરીને લેવલો કાઢી લેવા. આજકાલ 200 દિવસની એવરેજની બહુ ચર્ચા થતી હોય છે, દૈનિક લો ભાવના આધારે કાઢેલી 200 દિવસની એવરેજ બેન્ક નિફ્ટીના કેસમાં છેલ્લે 36379ની સપાટીએ હતી અને બંધ એનાથી ઉપર 36428ના સ્તરે હતું. સેન્સેક્સનો 57863.93નો બંધ ભાવ પણ 56579ના આવી એવરેજના સ્તરથી ઉપર હતો.
નિફ્ટીની સંભવિત રેન્જઃ નિફ્ટી 17287.05ની સપાટીએ વિરમ્યો, તેની 200 દિવસીય લો ભાવની એવરેજ આ ભાવથી નીચે 16892.06ના સ્તરે છે. આ આંક માટેના સપોર્ટ લાઇનના લેવલો આગામી 5 દિવસ માટે કેશ નિફ્ટીના હિસાબે અનુક્રમે 17085, 17261, 17438, 17615 અને 17791ના સ્તરે છે, વાયદા માટે આ લેવલો સપ્રમાણ એડજસ્ટ કરી લેવાં.
સેન્સેક્સઃ સપોર્ટ લાઇનના લેવલો આગામી 5 દિવસ માટે અનુક્રમે 57313, 57945, 58577, 59208 અને 59840ના સ્તરે હશે. આ લેવલોનો ઉપર જણાવ્યા પ્રમાણેના વ્યૂહના અમલ માટે ઉપયોગ કરવો.
આઇટી ઇન્ડેક્સઃ 35643.05ના સ્તરે બંધ રહેલ આઇટી આંકની 200 દિવસીય એવરેજ 33635ના સ્તરે છે. આ આંકે માત્ર એક જ દિવસ 22મી ફેબ્રુઆરીના રોજ 200 દિવસની એવરેજથી નીચે બંધ આપ્યુ હતુ.
આઇટી ઇન્ડેક્સની સંભવિત રેન્જઃ આ આંકના શોર્ટ-ટર્મ સપોર્ટ લાઇનના આગામી 5 દિવસ માટેના લેવલો અનુક્રમે 35091, 35267, 35444, 35621 અને 35798ના સ્તરે હશે એમનો યોગ્ય ઉપયોગ કરી લેવો.
અમેરિકાનો ડૉ જોન્સ છેલ્લે 34749.36 બંધ રહ્યો , તેની 200 દિવસીય લો ભાવ એવરેજ 34777 ના સ્તરે છે. 0.25 ટકાના ફેડના વ્યાજ-વધારાના નિર્ણયને બજારોએ સહર્ષ સ્વીકારી લીધો હોય એવું પ્રથમ નજરે જણાય છે. નાસદાકનો બંધભાવ 13893.84, 200 દિવસીય એવરેજ 14601.41 તો એસએન્ડપી 500 બંધભાવ 4463.09 તથા એની એવરેજ 4442.87ના સ્તરે રહ્યા છે. સોનુ કોમેક્સ વાયદામાં છેલ્લે 1929.03 ડોલર જેવું બોલાતુ હતુ તો ચાંદી 25.085 ડોલર જેવી રહી હતી. મીન વ્હાઇલ આ લખાય છે ત્યારે બિટકોઇન આશરે 41816.84 ડોલર બોલાતો હતો. લાઇટ કોઇન 112.07 ડોલર અને એથેરિયમ 2945.20 ડોલર બોલાતો હતો. ડોલર ઇન્ડેક્સ છેલ્લે 98.22 આસપાસ રહ્યો હતો તો નાયમેક્સ ક્રુડ વાયદો લાઇટ ક્રુડ ઓઇલ ફ્યુચર 103.09 ડોલરે વિરમ્યો હતો.
હાલના તબક્કે ધ્યાનમાં રાખવા જેવી ટોપ-20 સ્ક્રીપ્સ
ઇન્વેસ્ટમેન્ટ-ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હાલ મુખ્ય શેરઆંકો તળિયેથી સુધરી તેમની 200 દિવસીય એવરેજ પાસે આવી ગયા છે ત્યારે અગ્રણી જાતોમાંથી વીસેક જાતો અમારી એક ક્વેરીના હિસાબે સબળી તરીકે ક્વોલીફાય થાય છે. નબળી જાતો શોધવાનો પ્રયત્ન બજારમાં થોડી નબળાઇ દેખાય ત્યારે કરશું. હાલ તો આ સબળી જાતોની યાદી, તેમના છેલ્લા બંધભાવ સાથે જોઇ લઇએ. આ જાતોમાં જાત તપાસ કરીને સોદા કરશો તો લાભ મેળવી શક્શો. જોકે તે માટે હૈકિન આશી દૈનિક કેન્ડલ્સના લાલ-લીલા રંગ, ટેકનિકલ એનાલિસીસના આધારે બનતી ટ્રેન્ડ લાઇનો, મુવીંગ એવરેજો અને એડવાન્સ્ડ ઇન્ડીકેટર્સ તથા આ જાતોમાં ચાલતા અફવાઓ અને ન્યુઝ પ્રવાહો અને ફંડામેન્ટલ્સને મોનીટર કરશો તો વિશેષ સારું ફળ મળશે.
- અદાણી એન્ટરપ્રાઇસ રૂ. 1819
- એશીયન પેઇન્ટ્સ રૂ. 3136
- ભારતી એરટેલ રૂ. 722
- સેન્ચુરી એન્કા રૂ. 609
- ઇસ્ટ ઇન્ડીયા હોટલ્સ રૂ. 139
- જીએનએફસી રૂ. 759
- હિન્દાલ્કો રૂ. 576
- હિન્દુજા વેન્ચર્સ રૂ. 451
- જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર રૂ. 477
- ઓએનજીસી રૂ. 170
- પીડીલાઇટ રૂ. 2510
- રિલાયન્સ રૂ. 2481
- ટાટા એલેક્સી રૂ. 7431
- ટાટા કન્ઝ્યુમર્સ રૂ. 772
- થર્મેક્સ રૂ. 2011
- થોમસ કુક રૂ. 67
- ટાટા સ્ટીલ રૂ. 1303
- ટાઇટન રૂ. 2703
- ટ્રેન્ટ રૂ. 1262
- મેકડૉવેલ રૂ. 919.