ઈન્ટરઆર્ક બિલ્ડીંગમાં મજબૂત લિસ્ટિંગઃ નિષ્ણાતો શું કહે છે… બાય/સેલ/હોલ્ડ?
અમદાવાદ, 26 ઓગસ્ટઃ ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સનો આઈપીઓ આજે રૂ. 900ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1291.20ના મથાળે મજબૂત 44 ટકા પ્રિમિયમે ખૂલ્યા બાદ એક તબક્કે રૂ. 1316ની સપાટીએ આંબી ગયો હતો. જોકે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રોકાણકારોએ નફો બુક કરવાનું વલણ અપનાવવાના કારણે શેર રૂ. 1203ની સપાટી સુધી ઘટ્યો હતો અને છેલ્લે રૂ. 1203ની સપાટીએ રૂ. 303 (33.67 ટકા) પ્રિમિયમ સાથે બંધ રહ્યો હતો.
શેરબજારના નિષ્ણાતોના મતે, ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સ લિમિટેડ બજારની મજબૂત સ્થિતિ, વૈવિધ્યસભર અને ગ્રાહક આધાર અને સાબિત ગુણવત્તા અને કાર્યક્ષમતાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ પરિબળોએ નવા લિસ્ટેડ સ્ટોકને પોર્ટફોલિયો સ્ટોક તરીકે લાયક બનવા સક્ષમ બનાવે છે. તેઓએ ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સના શેરધારકોને મધ્યમથી લાંબા ગાળા માટે સ્ક્રીપ રાખવાની સલાહ આપી હતી.
રૂ. 900/-ની ઉપલી પ્રાઇસ બેન્ડ પર વેલ્યુએશન પર, ઇશ્યૂ તેની નાણાકીય કામગીરી અને બજારની સ્થિતિને જોતા વાજબી કિંમતનો હતો અને મૂડી પ્રોત્સાહન બિઝનેસ મોડલ હોવા છતાં નિષ્ણાતોનું માનવું છે પોઝિશન અને સેક્ટોરલ ડિમાન્ડ અને વૃદ્ધિ ટ્રિગર્સના પરિણામે લિસ્ટિંગ મિડિયમથી લોંગ ટર્મ દરમિયાન શેર સુધરવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)