અમદાવાદઃ અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ સેક્ટરની જાણીતી કંપની મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરનું પ્રત્યેક રૂ. 2ની મૂળકિંમત ધરાવતાં 5 શેર્સમાં વિભાજન કરવાની જાહેરાત કરી છે. તે જોતાં જે શેરધારકો પાસે હવે રૂ. 10ની મૂળકિંમતના 100 શેર્સ હશે તે સંખ્યા વધી 500ની થઇ જશે. જોકે, તેમની હોલ્ડિંગ વેલ્યૂ એટલી જ રહેશે. તે માટેની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર-2022 નક્કી કરવામાં આવી છે.

બીએસઇ ખાતે શેરનો ભાવ રૂ. 340 આસપાસ ચાલી રહ્યો છે. જે વર્ષ દરમિયાન રૂ. 408ની ટોચ અને રૂ. 153.55ની બોટમ બનાવી ચૂક્યો છે.

કંપનીનો ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ

EX DateAmount (₹)
25 Jul 20172.0000
03 Aug 20163.0000
04 Aug 20153.0000
24 Jul 20143.0000
18 Jul 20133.0000
18 Jul 20132.0000