• મેટલ ઈન્ડેક્સમાં નાલ્કોના સ્થાને જિંદાલ સ્ટેનલેસ સ્ટીલને સામેલ કરવાની દરખાસ્ત
  • ઓટો ઈન્ડેક્સમાંથી યુએનઓ મિંડા બહાર થશે, જ્યારે સુંદરમ ફાસ્ટનર્સ સામેલ કરાશે
  • બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં એનએમડીસીને સામેલ કરાશે.

અમદાવાદ, 4 ડિસેમ્બરઃ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ કંપની સુઝલોન એનર્જીનો S&P BSE પાવર ઇન્ડેક્સમાં સમાવેશ થવાના અહેવાલે શેરમાં આજે ફરી 4.51 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો કે, બાદમાં વેચવાલીનું પ્રેશર વધતાં શેર 1.73 ટકા સુધારે 40.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક્સચેન્જે 1 ડિસેમ્બરના રોજ વિવિધ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ફેરફારની માહિતી આપતાં આ અંગે જણાવ્યું હતું.

ગયા મહિને, મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ દ્વારા તેના MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં અન્ય આઠ શેરો સાથે સુઝલોનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામે ઘણા વર્ષોના કોન્સોલિડેશન પછી, સ્ટોકમાં ખરીદી વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં તે 415 ટકા રિટર્ન સાથે મલ્ટિબેગર બન્યો છે. ગયા અઠવાડિયે રૂ. 44ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે ઓગસ્ટ 2011 પછીનો સૌથી ઊંચો સ્તર હતો અને 1 ડિસેમ્બરે રૂ. 39.40 પર બંધ રહ્યો હતો.

S&P Dow Jones Indices LLC અને BSE વચ્ચેની 50-50 પાર્ટનરશીપ ધરાવતો એશિયા ઈન્ડેક્સે 1 ડિસેમ્બરે S&P BSE પાવર, ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને PSU સહિતના કેટલાક ઈન્ડેક્સમાં ફેરફારની જાહેરાત કરી હતી. જેમાં BSE 200, BSE 500, 150 Midcap, 250 Smallcap, 100 ESG, MidSmallCap, અને 400 MidSmallcap ઇન્ડેક્સ સહિતના સેક્ટોરલ ઈન્ડેક્સમાં પણ ફેરફાર કરવા માહિતી આપી હતી. આ ફેરફાર 18 ડિસેમ્બરે લાગૂ થશે.

એક્સચેન્જે જણાવ્યું હતું કે, S&P BSE સેન્સેક્સ 50 TMC (INR), S&P BSE TECK, S&P BSE CPSE અને S&P BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

S&P BSE 100 ESG ઈન્ડેક્સઃ

ફિનોલેક્સ કેબલ્સ, રેલ વિકાસ નિગમ અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે, જ્યારે ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ અને વોલ્ટાસને બાકાત રાખવામાં આવશે.

BSE Auto Index:

સુંદરમ ફાસ્ટનર્સ યુએનઓ મિંડાનું સ્થાન લેશેBSE Metal: જિંદાલ સ્ટેનલેસ નેશનલ એલ્યુમિનિયમ કંપનીનું સ્થાન લેશે

BSE 200 Index

મેનકાઇન્ડ ફાર્મા, લિન્ડે ઇન્ડિયા, યુકો બેન્ક, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ અને એસ્કોર્ટ્સ કુબોટાનો શેર સામેલ કરાશે. જ્યારે અતુલ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, લૌરસ લેબ્સ, ક્રોમ્પટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ અને ફાઇઝરને ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવશે.

BSE 500 index:

Mankind Pharma, NMDC Steel, Kaynes Technology India, Jindal SAW, BLS International Services, Kama Holdings, Usha Martin, Jupiter Wagons, and Ujjivan Small Finance Bank સામેલ થશે. Heidelberg Cement India, Rallis India, TeamLease Services, Polyplex Corporation, Indiabulls Real Estate, NOCIL, Hikal, IFB Industries, and Uflexને બાકાત કરવામાં આવશે.

BSE Realty:

સ્વાન એનર્જી ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટનું સ્થાન લેશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)