SVC બેંકનું 3 કેટેગરીમાં ભારત રત્ન સહકારિતા સન્માન 2024થી સન્માન
અમદાવાદ, 29 મે : SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડને ભારતીય કો-ઓપરેટિવ બેંકિંગ સેક્ટરમાં ઇન્ડિવિડ્યુઅલ અને ઓર્ગેનાઇઝેશનની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપતાં વાર્ષિક એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત ભારત રત્ન સહકારિતા સન્માન 2024થી સન્માનિત કરાઇ છે. ઇનોવેશન, લીડરશીપ અને સાયબર સિક્યુરિટી એમ ત્રણ કેટેગરીમાં તેની કટીબદ્ધતાને હાઇલાઇટ કરતાં બેંકની પ્રશંસા કરાઇ છે. SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડને નીચે મૂજબના એવોર્ડ એનાયત કરાયા છેઃ
બેસ્ટ ચેરપર્સન ઓફ ધ યરઃ વિઝનરી લીડર દુર્ગેશ ચંદાવરકરને બેસ્ટ ચેરપર્સન ઓફ ધ યર તરીકે સન્માનિત કરાયા છે.
બેસ્ટ વુમન લીડર ઓફ ધ યરઃ બેંકના એચઆરએમ, એડમિનિસ્ટ્રેશન, પ્રોક્યોરમેન્ટ, પ્રીમાઇસીસ એન્ડ ડેવલપમેન્ટના જનરલ મેનેજર અશ્વિની વિનેકરને બેસ્ટ વુમન લીડર ઓફ ધ યર તરીકે સન્માનિત કરાયા છે.
બેસ્ટ સાયબર સિક્યુરિટી ઇનિશિયેટિવ ઓફ ધ યરઃ સાયબર સિક્યુરિટી પ્રત્યે SVC બેંકની અતૂટ કટીબદ્ધતા તેમજ સંવેદનશીલ નાણાકીય માહિતી અને ગ્રાહક ડેટા સુરક્ષિત રાખવાના તેના સક્રિય પગલાઓને કારણે પ્રતિષ્ઠિત બેસ્ટ સાયબર સિક્યુરિટી ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડથી સન્માન થયું છે.
SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, આ સન્માન સાથે અમે અમારા પ્રયાસોને વધારવા, ઇનોવેશન તથા સેવામાં ઉત્કૃષ્ટતાના નવા ધોરણો સ્થાપિત કરવા પ્રેરિત છીએ. અમારા ગ્રાહકો, ભાગીદારો અને હિતધારકો પ્રત્યે આદર વ્યક્ત કરતાં અમે વ્યક્તિઓના જીવનમાં અર્થસભર પરિવર્તન લાવા તથા આપણા દેશની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીશું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)