ગ્રેટર નોઇડા: હિન્દુજા ગ્રૂપની કંપની અને નેકસ્ટ જનરેશન કાર્બન ન્યુટ્રલ ઇલેક્ટ્રિક બસ અને લાઇટ કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક  સ્વિચ મોબિલિટી લિમિટેડ (SWITCH) એ આજે ઓટો એક્સ્પો 2023 ખાતે સંપૂર્ણ નવી IeV સિરિઝ રજૂ કરી હતી. સ્વિચ મોબિલિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, IeV સિરિઝ 1.2 T – 4.5 T સુધીનાં વ્યાપક પેલોડને લક્ષ્ય બનાવે છે. ઇન્ટેલિજન્ટ, ઇલેક્ટ્રિક કનેક્ટેડ વ્હિકલ સાબિત થયેલું અને મજબૂત મોડ્યુલર પ્લેટફોર્મ પર બનેલું છે, જે અસાધારણ કામગીરી અને કાર્યક્ષમતા પૂરી પાડે છે અને પ્રોપ્રાઇટરી ટેકનોલોજી સોલ્યુશન્સ ‘SWITCH iON’થી સજ્જ છે, જેથી રિમોટ, રિયલ-ટાઇમ ડાયગ્નોસ્ટિક અને મોનિટરીંગ કરી શકાય. કંપનીના સીઇઓ મહેશ બાબુએ જણાવ્યું કે, સ્વિચ IeV સિરિઝ સાનુકુલ ટોટલ કોસ્ટ ઓપરેશન ધરાવે છે, જેમાં બેસ્ટ-ઇન-ક્લાસ પેલોડ ટુ GVW રેશન, 150 કિલોમીટર સુધીની સૌથી લાંબી રેન્જ કવરેજ, ફાસ્ટેસ્ટ ટર્નએરાઉન્ડ ટાઇમ, બેસ્ટ ઇન ક્લાસ કાર્ગો સ્પેસ અને અપવાદરૂપ વિશ્વસનિયતા જેવાં ફીચર્સ છે.