સિલ્વિન એડિટિવ્સનું 2030 સુધીમાં રૂ. 1000 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય

અમદાવાદ, 19 માર્ચ : PVC અને CPVC ઉદ્યોગ માટેનાં ઉપયોગી ઉમેરણોમાં અગ્રણી સિલ્વિન એડિટિવ્સ, નવીનતા, બજાર વિસ્તરણ અને વ્યૂહાત્મક રોકાણો દ્વારા વર્ષ 2030 સુધીમાં રૂ. 1000 કરોડના ટર્નઓવરને હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે.
રૂ. 400 કરોડની વર્તમાન આવક સાથે, સિલ્વિન એડિટિવ્સ PVC અને CPVC સેગમેન્ટમાં નોંધપાત્ર બજાર હિસ્સો ધરાવે છે, જેમાં વૈશ્વિક બજારમાં PVC પાઇપ્સમાં 0.60% અને CPVC પાઇપ્સ અને ફિટિંગ્સમાં 9% હિસ્સો છે. રાષ્ટ્રીય સ્તરે, તેનો PVC પાઇપ્સ બજારમાં 5% હિસ્સો અને CPVC પાઇપ્સ અને ફિટિંગ્સ સેગમેન્ટમાં 22% હિસ્સો છે. કંપની હવે OPVC પાઇપ્સનો ઉમેરો કરીને તેમના ઉત્પાદન પોર્ટફોલિયોનો વિસ્તાર કરી રહી છે, જે PVC, CPVC અને OPVC એડિટિવ્સ બજારમાં ઉદ્યોગ અગ્રણી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.

સિલ્વિન એડિટિવ્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, જગત ચોકશીએ જણાવ્યું હતું કે, અમારા પોર્ટફોલિયોનું વિસ્તરણ કરીને અને અમારી બજાર હાજરીને મજબૂત કરી, વર્ષ 2030 સુધીમાં રૂ. 1000 કરોડના ટર્નઓવરના લક્ષ્ય સુધી પહોંચવાનો વિશ્વાસ રાખીએ છીએ. સિલ્વિન એડિટિવ્સે તાજેતરમાં અમદાવાદના થલતેજ-શિલજ રોડ પર એક નવી કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે. 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી, નવી ઓફિસ 100 થી વધુ કર્મચારીઓને સમાવી શકે છે.
ચોક્શીએ જણાવ્યું હતું કે, સિલ્વિન એડિટિવ્સ વર્ષ 1984 માં મેડિકલ-ગ્રેડ પીવીસી કમ્પાઉન્ડ ઉત્પાદક તરીકે શરૂ થયું હતું. તે વડોદરામાં 9,300 ચોરસ મીટર ઉત્પાદન પ્લાન્ટ ચલાવે છે જેની સ્થાપિત ક્ષમતા વાર્ષિક 30,000 ટન છે. 25થી વધુ રાજ્યોમાં મજબૂત હાજરી સાથે ભારતમાં એક અગ્રણી તરીકે, કંપનીએ એક મજબૂત આંતરરાષ્ટ્રીય નેટવર્ક પણ બનાવ્યું છે, તેમની કામગીરી ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ગલ્ફ, કેન્યા, મેક્સિકો, સાઉદી અરેબિયા અને અન્ય ઘણા દેશોમાં વિસ્તરેલી છે.
મજબૂત ઇન-હાઉસ આર એન્ડ ડી ટીમ સાથે, સિલ્વિન એડિટિવ્સ તેની પ્રક્રિયાઓમાં વૈશ્વિક સ્તરની નવીનતાને એકીકૃત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કંપનીના ઉત્પાદનો પ્લમ્બિંગ, કૃષિ, નળી, જમીન, કચરો અને વરસાદી પાણી (SWR)ના પાઇપ અને કોલમ/રાઇઝર સિસ્ટમ્સ વિવિધ ઉપયોગમાં આવે છે, જેમાં એડિટિવ્સ બજારમાં મુખ્ય ખેલાડી તરીકે તેની છબીને મજબૂત બનાવે છે.