તાતા AIGએ સિનિયર સિટિઝન્સ માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી એલ્ડર કેર લોન્ચ કરી
મુંબઈ, 3 ઓક્ટોબર: તાતા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તાતા AIG એલ્ડર કેર શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં વિવિધ મેડિકલ કવરેજ, અનેક હોમ કેર, પ્રિવેન્ટિવ હેલ્થ અને વેલનેસ ફીચર્સનો સમાવેશ થાય છે. તાતા AIG એલ્ડર કેર પ્રોડક્ટ 61 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને પહોંચી વળવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે.
તાતા AIG એલ્ડર કેર માત્ર ક્યુરેટેડ હેલ્થ કેરને આવરી લેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ પ્રિવેન્ટિવ અને આસિસ્ટેડ હેલ્થકેર ઇકોસિસ્ટમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં, આ પોલિસી ક્લેઈમ્સને ધ્યાનમાં લીધા વિના દર વર્ષે ચોક્કસ વિશેષતાઓ માટે વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ કન્સલ્ટેનશન્સ આપે છે. ગંભીર સંજોગોમાં, જો કોઈને ઘરે કાળજી અને ધ્યાનની જરૂર હોય તો કરૂણાપૂર્ણ સંભાળનું ફીચર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પોલિસી પર્સનલાઈઝ્ડ હેલ્થ મેનેજરની મદદથી વરિષ્ઠ નાગરિકોને સહાય પૂરી પાડવા ઉપરાંત ઘરે હેલ્થકેર પૂરી પાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
તાતા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના એમડી નીલેશ ગર્ગે જણાવ્યું હતું કે તાતા AIG એલ્ડર કેર પોતાને અન્ય ઇન્શ્યોરન્સ પોલિસીઓથી અલગ પાડે છે, કારણ કે તે નીચેની મુખ્ય વિશેષતાઓ પ્રદાન કરે છે જે ખરેખર વરિષ્ઠ નાગરિકોની અનન્ય જરૂરિયાતોને પૂરી કરે છે:
હોમ નર્સિંગ સર્વિસીઝ: વીમાધારક વ્યક્તિ પોલિસી વર્ષમાં વ્યક્તિ દીઠ 7 દિવસ સુધી ઓપરેશન પછીની સંભાળના ભાગ રૂપે હોમ નર્સિંગ સર્વિસીઝનો લાભ લઈ શકે છે.
પર્સનલાઇઝ્ડ હેલ્થ મેનેજર: એક સમર્પિત હેલ્થ મેનેજર વીમાધારક વ્યક્તિને એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવામાં અને સર્વિસીઝનું સંકલન કરવામાં મદદ કરશે અને પોસ્ટ ઓપરેટિવ કેરના ભાગ રૂપે સરળ હેલ્થકેર એક્સેસ સુનિશ્ચિત કરશે.
હોમ ફિઝિયોથેરાપી: વીમાધારક વ્યક્તિ ભારતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્ટ્રોક અથવા પેરાલિસિસમાંથી પસાર થવાના કિસ્સામાં ભારતમાં 10 જેટલા ફિઝિયોથેરાપી સેશન્સનો લાભ લઈ શકે છે.
વેલનેસ સર્વિસીઝ: વીમાધારક વ્યક્તિ અમારી કસ્ટમર એપ્લિકેશન દ્વારા તેમની આંગળીના ટેરવે વેલનેસ સર્વિસીઝને પણ એક્સેસ કરી શકે છે, જેમ કે ટેલિ-કન્સલ્ટેશન, ડાયેટ અને ન્યૂટ્રિશન કન્સલ્ટેશ, અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ્સ, દવા, મેડિકલ ડિવાઈસીસ, હેલ્થ સપ્લીમેન્ટ્સ પર ડિસ્કાઉન્ટ્સ અને અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ. ફાર્મસી માટે હોમ ડિલિવરી સર્વિસીઝ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં વિનંતી કરવા પર ઓફર કરવામાં આવે છે.