Tata Playના IPOને Tata Group મુલતવી રાખે તેવી શક્યતા
મુંબઇ, 6 જુલાઇઃ ટાટા જૂથ હાલ પુરતું Tata Playના IPOની યોજના મોકૂફ રાખે તેવી શક્યતા છે. આઇપીઓના આગમનમાં વિલંબ થઈ શકે છે, તેથી જે લોકો ટાટાના આ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેમણે હવે રાહ જોવી પડી શકે છે. હકીકતમાં, ટાટા પ્લેના IPOને માર્કેટ રેગ્યુલેટર દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ રોકાણકારો તેના લિસ્ટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જાણકાર સૂત્રોનું કહેવું છે કે, ટાટા ગ્રુપ આ IPOને મુલતવી રાખવાની યોજના બનાવી રહ્યું છે. કારણ કે, ટાટા પ્લેની પાર્ટનર કંપની પોતાનો હિસ્સો વેચવા માંગે છે અને તેના વિશે વાતચીત ચાલી રહી છે. ટાટા ગ્રૂપ તેના મનોરંજન સામગ્રી વિતરક પ્લેટફોર્મ ટાટા પ્લેમાં ટેમાસેક હોલ્ડિંગ્સનો હિસ્સો પાછો ખરીદવાની દરખાસ્ત પર વિચાર કરી રહ્યું છે. અહેવાલ મુજબ, ટાટા જૂથ બજારની સ્થિતિને કારણે આયોજિત ટાટા પ્લે લિસ્ટિંગમાં વિલંબ કરવો કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યું છે.
ટાટા પ્લેમાં ટેમાસેક પાસે 20 ટકા હિસ્સો
ટાટા ગ્રુપે ટેમાસેક સાથેની ડીલ પર ચર્ચા શરૂ કરી છે. આ હેઠળ, ટાટા જૂથ ટેમાસેકને તેના રોકાણમાંથી બહાર નીકળવાની તક આપશે. ટેમાસેકે વર્ષ 2007માં રોકાણ કરીને ટાટા પ્લેમાં 20 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પછી તેનું નામ ટાટા સ્કાય હતું, જે પછીથી બદલીને ટાટા પ્લે કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડનો $1.2 બિલિયનનો IPO લાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જો બજારની સ્થિતિ સુધરશે તો ટાટા પ્લે હજુ પણ લિસ્ટિંગ માટે પસંદ કરી શકે છે.